Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડેમના બીજા ૫ દરવાજા બંધ કરાતાં નર્મદા નદીની સપાટી ઘટીને ૧૪.૭૬ ફૂટ થઈ 

Share

સરદાર સરોવરના ૫ દરવાજા ૧.૭૫ મીટર ખુલ્લા રાખી નર્મદામાં ૯૫ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે
ભરૂચ.
સરોવર ડેમના ઉપરવાસમાં આવેલાં ડેમોમાંથી પાણી છોડવાની માત્રા ઓછી કરી દેવામાં આવતો સરદાર સરોવર ડેમમાં ૭૦ હજાર ક્યૂસેક પાણીનો ઈનફલો ચાલી રહ્યો છે. જેના કારવો ડેમ તેની મહત્તમ સપાટીથી ૬.૭ મીટર ઓછી એટલે કે ૧૩૧.૯૮ મીટરે છે. સરદાર સરોવર નિગમ દ્વારા ડેમના કુલ ૧૫ ગેટ ખોલવામાં આવ્યાં હતાં. જે બાદ તે પૈકીના ૫ ગેટ પહેલાં બંધ કરવામાં આવ્યાં હતાં. જે બાદ બીજા ૫ ગેટ બંધ કરાતાં હાલમાં ૫ ગેટ ૧.૭૫ મીટર ખુલ્લા રાખી નર્મદા નદીમાં ૭૦ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. જે પહેલાં ૩.૯૫ લાખ ક્યૂસેક હતું. પાણી માત્રા ઘટવાને કારણે ભરૂચમાં ગોલ્ડનબ્રિજ ખાતે એકંદરે ૨૧ ફૂટે પહોંચેલી નર્મદા નદીની જળસપાટીમાં ક્રમશ: ઘટાડો થઈને હાલમાં ૧૪.૭૯ ફૂટ થઈ છે. જેના પગલે એક તબક્કે ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલાં નિચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશવાની શક્યતા હતી. તે સંકટ હવે નર્મદા નદીની સપાટી ઉતરવાને કારણે દૂર થયું છે. નર્મદા નદીનું સ્તર ઘટવાને કારણે વહિવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.

Share

Related posts

અમદાવાદ : બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડોની ઠગાઈ કરતી ઠગ ટોળકીનો થયો પર્દાફાશ.

ProudOfGujarat

ઝઘડીયા ના તલોદરા ગામે મા કાર્ડ કેમ્પ યોજાયો રાજ્ય યુવક બોર્ડ ના ઉપક્રમે તાલુકામાં આ બીજો કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચ SOGની મોટી કાર્યવાહી : અંક્લેશ્વરમાંથી ₹3.15 લાખનો ગાંજો ઝડપાયો : ‘NO DRUGS IN BHARUCH CAMPAIGN’ હેઠળ બે શખ્સ ઝડપાયા, બિહારનો એક આરોપી વોન્ટેડ જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!