Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં યુવાનને અજાણ્યા બાઇક સવાર તરફથી ધમકી: “ફરી રસ્તા પર દેખાયો તો જાનથી મારી નાખીશ

Share

ભરૂચ
ભરૂચ શહેરમાં એક યુવાનને રસ્તા પર ચાલવા બદલ અજાણ્યા બાઇક સવાર દ્વારા ઉશ્કેરાતા પહેલા અપશબ્દો બોલાયા અને પછી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. ઘટના પાછળ હુમલાખોરની ઓળખ પણ થઈ છે. ઝરણ અશોકભાઈ ઠાકોર છેલ્લા આઠ વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ રાત્રે પોતાના બેનના દીકરા વૈભવને સહજાનંદ ડેરીમાં દૂધ લાવવા દસ વાગ્યા ના અરસામાં મોકલ્યો હતો. આ દરમિયાન વૈભવ રસ્તા પર નોર્મલ રીતે ચાલતો હતો ત્યારે એક અજાણ્યો બાઇક સવારે અચાનક આવી અને ગુસ્સામાં “રસ્તા વચ્ચે કેમ ચાલે છે? સાઈડમાં ચાલતા નથી આવડતું?” બાઇક સવારે અપશબ્દો બોલી યુવાનને તમાચો માર્યો અને વધુમાં કહ્યુ, “ફરીથી રસ્તા પર ચાલતો દેખાયો તો જાનથી મારી નાખીશ.” આ કહીને બાઇક સવાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.પોલીસ તપાસમાં આ બાઇક સવારની ઓળખ પાર્થ જોશી તરીકે થઇ છે. તેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વાગરાના ચાંચવેલ-પાલડી ડાઈવર્ઝન રોડ પર ફરી અકસ્માત, ભારે ટ્રક પલટી; ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ   :   બ્રિજના કામ વચ્ચે ખરાબ ડાઈવર્ઝન રોડ બન્યો જોખમી; સતત બીજા દિવસે ટ્રાફિક સમસ્યા બાદ સ્થાનિકોમાં રોષ

ProudOfGujarat

ભરૂચ-સૂત્રોચ્ચાર કરી હાથમાં ધ્વજ લઇ ખેડૂતોએ કેમ કાઢવી પડી રેલી-સાથે જ કલેકટરને કરાઇ રજૂઆત-જાણો વધુ

ProudOfGujarat

જામનગર-સુભાષ શાક માર્કેટમાં 5 કિલો ચરસ સાથે 1 શખ્સની ધરપકડ, ચરસની કિમત અંદાજે 50 લાખ રૂપિયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!