Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ નગરમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઇ, તિરંગા યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી…

Share

ભરૂચ

ભરૂચના પાલેજ ટાઉનમાં ગ્રામ પંચાયત પાલેજ, નગરની તમામ શાળાઓ તેમજ પાલેજ પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ હતી. હાઇવે સ્થિત પાલેજ પોલીસ મથક પાસેથી તિરંગા યાત્રાનું પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મલંગ ખાન પઠાણે લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આયોજિત તિરંગા યાત્રામાં ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ, સદસ્યો, પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કોમલબેન વ્યાસ સહિત પોલીસ સ્ટાફ તેમજ નગરની તમામ શાળાઓના છાત્રો સહિત શિક્ષક ગણ જોડાયો હતો.

Advertisement

સમગ્ર નગર જાણે કે તિરંગાના રંગે રંગાઇ જવા પામ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા પંચાયત સદસ્ય, છાત્રો તેમજ પોલીસ કર્મીઓ સહિત ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ અને નગરજનોના હાથમાં તિરંગા સાથે નીકળેલી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. છાત્રોના દેશભક્તિ ગીત તેમજ દેશદાઝના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રા નગરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી ગ્રામ પંચાયત પાસે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું…

:- યાકુબ પટેલ…પાલેજ…


Share

Related posts

અંકલેશ્વરના નિલેશ ચોકડી પાસે ઓવરબ્રિજમાં ડમ્પર ફસાયું, સદ્નસીબે જાનહાની ટળી

ProudOfGujarat

બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરાઈ

ProudOfGujarat

એક નહી બે નહી પણ 43 વાર કોરોનને માત આપી લંડનના આ 72 વર્ષીય શખ્સે..જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!