Proud of Gujarat
bharuchBusinessCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સીટી સર્વે વિભાગે મેઘરાજાના મેળામાં ફળવાતી દુકાનોની હરાજી પ્રક્રિયા યોજી

Share

ભરૂચમાં દર વર્ષે ભરતા ભાતીગણ મેઘરાજાનો મેળો પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી શનિવારથી બુધવાર સુધી ભરાનાર છે.આ મેળામાં લાગનાર દુકાનો માટેની ફાળવણીની હરાજીની પ્રક્રિયા સીટી સર્વે વિભાગ દ્વારા 13 મી ઓગસ્ટના ડો.બાબાસાહેબ ભવન ખાતે યોજાઈ હતી.

ભરૂચ શહેરમાં 252 વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે. જેમાં સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે.જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે.દર વર્ષે સીટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે.આ વર્ષે 8×8 ની 106 દુકાનો ફાળવણી એટલે હરાજી કરીને જેમાં સૌવથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે.આ તમામ દુકાનો સોનેરી મહેલ થી પાંચ બત્તી વિસ્તારમાં મૂકવામાં આવે છે.

Advertisement

ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચના સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી. આ અંગે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે,આ વર્ષથી નવું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અમે દરકે સ્ટોલ ધારકોને એક આઈ કાર્ડ આપવામાં આવશે.તેથી જે સ્ટોલ ધારકને સ્ટોલ ફાળવવામાં આવશે તે બીજા કોઈને આપી શકશે નહીં.


Share

Related posts

ભરૂચનાં રોટરી કલબ હોલ ખાતે વેકશીનનો ડોઝ લેવા માટે લોકોની પડાપડી, સામાજીક અંતરનો જોવા મળ્યો અભાવ..!

ProudOfGujarat

RBI નો નવો નિયમ : 15,000 રૂપિયા સુધીની ચુકવણી માટે OTP જરૂરી નથી.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં ૪૬ એકમો દ્વારા રૂ. ૧૫૦૪ કરોડના એમઓયુ કરવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!