ભરૂચ
ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે વધતી રુચિએ સ્થાનિક સ્તરે તેના સંસાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. તાજેતરમાં, જિલ્લાના ખેડૂતોએ વિવિધ પ્રાકૃતિક ઈનપુટ ઉત્પાદનોનું મોટા પાયે ઉત્પાદન કરી, તેને સફળતાપૂર્વક વેચાણ કર્યું છે. પાછલા ત્રણ મહિનામાં સરકારશ્રી દ્નારા નક્કી કરેલા ભાવ મુજબ બાયો ઈનપુટ સિસોર્સ સેન્ટર ધરાવતા ખેડૂતો અન્ય ખેડૂતોને ઘરબેઠાં વેચાણ કરી વધારાની આવક પણ મેળવી રહ્યા છે.
*૭,૦૦૦ લીટર જીવામૃતનું ઉત્પાદન, જેનો ભાવ રૂા. ૬ પ્રતિ લીટર રહ્યો.
*૧,૨૩,૦૦૦ કિલો ઘન-જીવામૃતનું ઉત્પાદન, જેનો ભાવ રૂા. ૮ પ્રતિ કિલો રહ્યો.
*૨૦૬ લીટર અગ્નિઆસ્ત્રનું ઉત્પાદન, જેનો ભાવ રૂા.૫૦ પ્રતિ લીટર રહ્યો.
*૨૨૦ લીટર બ્રહ્માસ્ત્રનું ઉત્પાદન, જેનો ભાવ રૂા.૧૨ પ્રતિ લીટર રહ્યો.
*૩૮૦ લીટર દશપર્ણી અર્કનું ઉત્પાદન, જેનો ભાવ રૂા.૧૭ પ્રતિ લીટર રહ્યો.
હવે બજારમાં મોંઘા ભાવે મળતા રસાયણો પાછળ પૈસા ખર્ચવાની જરૂર નથી. આ બાયો ઇનપુટ્સ જમીનની ફળદ્રુપતા વધારવામાં, પાકને રોગમુક્ત રાખવામાં અને અંતે વધુ ગુણવત્તાવાળા ઉત્પાદન મેળવવામાં મદદ કરશે. વધુમાં જીવામૃત /ધનામૃત બનાવવા તથા તેના વિતરણ માટે માળખાકીય સુવિધાઓ વધારવા સરકાર દ્નારા વાર્ષિક સહાય પણ આપવામાં આવે છે. જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની દિશામાં પ્રોત્સાહિત કરે છે. તો, આજે જ તમારા નજીકના બાયો ઇનપુટ સેન્ટરની મુલાકાત લો અને પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જોડાઓ
