Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નજીક NH 48 પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ બિસ્માર માર્ગ અને સાંકડો આમલાખાડી બ્રિજ મુખ્ય કારણ મુસાફરો પરેશાન

Share

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર આજે ફરી એકવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચથી સુરત તરફની લેનમાં આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જામ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા પાછળના મુખ્ય કારણોમાં હાઇવેનો બિસ્માર માર્ગ અને આમલાખાડી પર આવેલો સાંકડો બ્રિજ છે. ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક-ટેન્કરો અને ભારે વાહનવ્યવહારને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે અંકલેશ્વર–દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામ કરતા કર્મચારીઓનો કિંમતી સમય વેડફાય છે. સુરત તરફ આવતા-જતા વાહનચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોએ માંગ કરી છે કે હાઇવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે. સાથે જ આમલાખાડી બ્રિજને પહોળો કરવામાં આવે જેથી મુસાફરોને રાહત મળી શકે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વલસાડ : નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું.

ProudOfGujarat

13421 નવા મતદારો ઉમેરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!