Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રીક્ષામાં પેસેન્જર મુદ્દે તકરારમાં યુવાન પર ચપ્પુંનો હુુમલો: આંતરડા બહાર આવી ગયાં

Share

ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસેની ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ પાસે રહેતાં મોનાપાર્ક સોસાયટી ખાતે રહેતાં હારૂન મુસા પટેલ તેમની રીક્ષા લઇને સ્ટેશનથી જંબુસર બાયપાસ ચોકડીએ પહોંચ્યાં હતાં. ત્યાં લોકોનું ટોળું જામેલું હતુંં. જેથી ત્યાં જઇને જોતાં માલુમ પડ્યું હતું કે, તેના મિત્ર નવસાદઅહેમદ પટેલ (રહે.રોશનપાર્ક સોસાયટી) ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો મળી આવ્યો હતો.જ્યારે લોકોએ અન્ય એક શખ્સને પકડી રાખ્યો હતો. જે અંગે પુછતાં તેનું નામ લિયાકત બાપુ (રહે. બાવરી સલમાન બેકરીની બાજુમાં) હોવાનું માલુમ પડ્યું હતું. લિયાકતે નવસાદના પેટમાં જમણી બાજુના ભાગે ચપ્પુ મારી દેતાં આંતરડા બહાર નિકળી આવ્યાં હતાં.ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાંઆવ્યો હતો. સારવાર બાદ નવસાદે જણાવ્યું હતું કે, તે બાયપાસ સ્ટેન્ડ પર રિક્ષા લઇને નંબરમાં ઉભો હતો. ત્યાં પેસેન્જર આવતાં તે તેમને પોતાની રિક્ષામાં બેસાડી રહ્યો હતો. તે વેળાં લિયાકત બાપુ અચાનક વચ્ચે આવી પેસેન્જરોને બોલાવીને પોતાની રિક્ષામાં બેસાડવા જતાં નવસાદે તમને હું નંબરમાં ઉભો રહી પોતાની રાહ જોતો હતો અને હવે પેસેન્જર આવ્યાં ને તું કેમ પેસેન્જરોને બેસાડે છે. તેમ કહેતાં લિયાકતે રીક્ષામાંથી ચપ્પુ લઇ આવી હારૂનના પેટમાં ચપ્પુ હુલાવી દેતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવ સંદર્ભે તેમણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત

ProudOfGujarat

સુરતમાં પત્ની અને તેણીના પ્રેમીને ઘરે બોલાવી પતિએ હિંસક હુમલો કર્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ એપની મદદથી હોમ ક્વોરેન્ટાઈનની સૂચનાનાં પાલન અંગે ચકાસણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!