Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સંરક્ષણ ભરતી પૂર્વ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે અગત્યની જાણકારી

Share

ભરૂચ 
ભરૂચ જિલ્લાનાં યુવાનો આર્મિમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટિંગ ઓફિસ– અમદાવાદ દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થનાર છે. જેમાં ભરૂચ જિલ્લાનાં યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીનાં તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર ૩૦ દિવસનાં નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા રોજગાર કચેરીભરૂચ દ્વારા કરવામાં આવનાર છે. આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ અમદાવાદ દ્વારા દર વર્ષે નોટીફીકેશન આપીને અગ્નિવીરની રેલી યોજવામાં આવે છેનવા નિયમો મુજબ આર્મી (અગ્નિવીર) તરીકે પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેખિત પરીક્ષા યોજવામાં આવે છેત્યાર બાદ ફીઝીકલ ગ્રાઉન્ડ પરીક્ષા લેવામાં આવે છે. તેના બાદ મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ ફાઈનલ સિલેકશન કરવામાં આવે છે. આ ભરતીમાં ભરૂચ જિલ્લાના ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી,ભરૂચ દ્વારા ૩૦ તાલીમાર્થીઓને ૨૪૦ કલાકની ૩૦ દિવસની વિના મુલ્યે શારિરીક અને બૌધ્ધિક કસોટી નિવાસી તાલીમ યોજાનાર છે. આ તાલીમમાં જોડાવા માટે ધો ૧૦ માં ૪૫% થી વધુ હોય તેમજ ૧૭.૫ થી ૨૦ વર્ષની ઉંમર,૧૬૮ સે.મી.થી વધુ ઊંચાઈ અને ૫૦ કિ.ગ્રા. વજન અને ૭૭ સે.મી.થી વધુ છાતી ધરાવતાં અપરિણિત પુરુષ ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભરૂચ નો રૂબરૂ સંપર્ક કરીને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તાલીમ માટે તા.૨૭/૦૮/૨૦૨૫ સુધી જિલ્લા રોજગાર વિનિમય કચેરીભરૂચ ને નિયત નમૂનામાં અરજી કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે રોજગાર કચેરી ભરૂચનો રૂબરૂમાં સંપર્ક કરવો.

Share

Related posts

ભગવાન રામદેવ ની ફોટા સાથેના ટીશર્ટ પહેરી શંકાસ્પદ પશુ હાડકા ની હેરાફેરી કરતા મુસ્લિમ સમાજ ના ઈસમ ને લોકો ઝડપી પાડ્યા.

ProudOfGujarat

ભરૂચનાં અલગ-અલગ વિસ્તારમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વિનામુલ્યે માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઇ વસાવાની જીત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!