Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓએલએક્ષ પર લોનવાળી કાર વેચી પાલેજના શખ્સ સાથે 4.65 લાખની ઠગાઇ

Share

ભરૂચના શખ્સે અલગ અલગ મોબાઇલ નંબર પર ઓનલાઇન રૂપિયા લીધાં

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં ટંકારિયા ગામે રહેતાં ફારૂક યુનુસ ભાણીયા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાનમાાં ગત 10મી મેના રોજ તેમણે તેમના મોબાઇલમાં ઓએલએક્ષ એપમાં એક ઇકો કાર વેચાણની જાહેરાત દેખાતાં તેમણે તેમાં બતાવેલાં મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં તે નંબર ભરૂચના શાલીમાર ટોકિઝની પાછળ રહેતાં યોગેશ બેલેરાવ નામના શખ્સનો હતો. તેમણે યોગેશ સાથે મોબાઇલ પર સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે, તેની કાર 5.50 લાખમાં વેચવાની છે. જેથી તેમણે રૂબરૂ મળવાનું નક્ક કર્યું હતું. જે બાદ તેઓ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર મળ્યાં હતાં. જ્યાં યોગેશે તેમને તેની કાર બતાવી હતી. જે તપાસ્યાં બાદ તેમની વચ્ચે 4.85 લાખમાં સોદો નક્કી થયો હતો. યોગેશના કહેવા પ્રમાણે ફારૂકે અડધા રૂપિયા બે અલગ અલગ મોબાઇલ નંબર પર ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતાં. કારના દસ્તાવેજ અંગેની પુછતાં તે બાદમાં ઘરે આવીને આપી જઇશ તેમ કહેતો હતો. જે બાદ બાકીના રૂપિયા પણ તેમણે રોકડાંમાં ચુકવ્યાં હતાં. તેમ છતાં યોગેશે કારના દસ્તાવેજ નહીં આપતાં ફારૂકને શંકા જતાં તેણે કારના નંબરના આધારે મોબાઇલ એપમાં તપાસ કરતાં તે કાર હરકિશન નામના શખ્સના નામે હોવાનું માલુમ પડતાં તેમણે યોગેશને હોસ્ટેલ ગ્રાઉડ પર બોલાવી તે બાબતે તપાસ કરતાં તેણે જણાવ્યું હતું કે, ચોલામંડલમ ફાયનાન્સમાં તેની લોન ચાલતી હતી. જે ભરી દીધી છે. જેની તેણે 3.70 લાખની રસીદ પણ બતાવી હતી. તેમજ એનઓસી આવ્યે તેમને આપવાનું જણાવ્યું હતું. તેમજ છતાં લાંબો સમય થતાં તેમણે બેન્કમાં તપાસ કરતાં કારની 6.88 લાખની હરકિશન સોલંકીના નામે લોન હજી ચાલું હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ યોગેશે બતાવેલી ચોલામંડલમ ફાયનાન્સની લોન ભર્યાની જે રસીદ બતાવી હતી. તે બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. ફારૂકે યોગેશનો સંપર્ક કરતાં તેણે રૂપિયા આપવાનો ઇન્કાર કરી તારાથી જે થાય તે કરી લેજે તેવી ધમકીઓ આપી હતી. આખરે તેણે ફારૂક ભાણીયાએ પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાંપોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી છે


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ૨૧૫ પંચાયતોની પેટા ચૂંટણીના ફોર્મ ભરવા અંતિમ દિવસે ભીડ

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકા ખાતે ગણેશ ચતુર્થીની અગત્યની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

ગોધરાની યોગેશ્વર સોસાયટીમાં સારા રોડ ઉપર ગેરરીતી રૂપ થઇ રહેલા રીસરફેસિંગના વિરોધમાં જીલ્લા અધિક કલેકટરને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!