Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રોડ પર ચાલતાં જતાં બે યુવાન પર પર નજીવા મુદ્દે ચાર જણાનો હુમલો

Share

દહેજ નજીક જોલવા ગામે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

વાગરા તાલુકાના રહિયાદ ગામે મઢુલીવાળા ફળિયામાં રહેતાં વિરેન્દ્ર રણજીત ગોહિલ તેના મિત્ર વિકાસ સાથે તેમની બાઇક પર જોલવા ગામે મોબાઇલનું કવર લેવા માટે ગયો હતો.દરમિયાનમાં તેણે તેની બાઇક લક્ષ્મી કિરાણા મોલ પાસે પાર્ક કરી જોલવા મિલેનિયમ માર્કેટમાં આવેલી દુકાનેથી મોબાઇલનું કવર લઇને પરત ચાલતાં જઇ રહ્યાં હતાં. તે વેળાં ગેટ નંબર-1 પાસે એક ટ્રેક્ટર ચાલક પુરઝડપે પોતાનું ટ્રેક્ટર હંકારી લાવતો હોઇ મોટેથી હોર્ન વગાડતો હતો. દરમિયાનમાં તે ટ્રેક્ટર ચાલક વિરેન્દ્ર અને વિકાસ પાસે પહોંચતાં તેમને જોઇને સાઇડમાં નથી ચલાતું? તેમ કહીં તેની સાથે તકરાર કરી તેમને અપશબ્દો ઉચ્ચાર્યા ંહતાં. તેમજ વિરેન્દએ લાત મારી હતી.દરમિયાનમાં આસપાસના લોકો આવી જતાં તેમની વચ્ચે સમાધાન થતાં ટ્રેક્ટર ચાલક ત્યાંથી જતો રહ્યો હતો. બીજી તરફ વિરેન્દ્ર પણ તેના મિત્ર વિકાસ સાથે જોલવા ગામના ગેટ નંબર 1 પાસે સમોસાની લારી પર નસ્તો કરવા ઉભા રહ્યાં હતાં. ત્યારે ટ્રેક્ટરવાળો તેમને શોધે છે તેવી માહિતીમળી હતી. જેથી તેઓબાઇક તરફ જઇ રહ્યાં હતા.ટ્રેક્ટરવાળાનો પુત્ર હર્ષરાજ તેમની પાસે આવતાં તેણે તમે બન્નેએ માારા પિતા સાથે કેમ તકરાર કરી હતી. તેમ કહીં તેણે તેના સાથીઓએ મળી લાકડીના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર માટ ેનજીકના આરોગ્ય કેન્દ્દ ખાતે ખસડવામાં આવતાં દહજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે


Share

Related posts

जैकलीन फर्नांडीज ने लॉन्च किया YOLO फाउंडेशन; इस पहल के माध्यम से दयालुता की कहानियां करेंगी साझा !

ProudOfGujarat

ભરૂચ : ઔદ્યોગિક વસાહતોમાં વધતા પ્રદૂષણને અટકાવવા રાજ્ય કક્ષાએ રજૂઆત કરતા સંદીપ માંગરોલા

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ  છે. ત્યારે વહિવટી તંત્રએ પરીક્ષાને લગતી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!