Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે અજાણ્યા અાધેડનું કરૂણ મોત…

Share

 
 
એક અજાણ્યો ઈસમ કોઈપણ રનીંગ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું  હતું. બનાવની પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગતરોજ મોડી સાંજના 6.45 કલાકના સુમારે એક 55 વર્ષના આશરાનો એક અજાણ્યો ઈસમ ભરૂચ રેલવે ભરૂચ રેલવે સ્ટેશનની ઉત્તરે જુની આરટીઓ કચેરી સામે કી.મી. 327/20 ની પાસે   ડાઉન લાઈન પર  કોઈપણ રનીંગ ટ્રેનની અડફેટે આવી જતાં તેને થયેલ ગંભીર ઈજાઓને કારણે અાધેડને બેભાન હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જેનું આજ રોજ તારીખ 19-02-2018 ના રોજ મોડીરાત્રીના 2 કલાકે સારવાર દરમિયાન મોત થવા પામ્યુ હતુ. મરનાર ઈસમે શરીરે  સફેદ  રંગનો આખી બાંયનો ઝબ્બો  તથા સફેદ લેંગો પહેરેલ છે. મરનાર પાતળા બાંધાનો ઘઉંવર્ણો  છે. તેના ડાબા હાથની કલાઈ પર જય ભવાનીનું  છુંદણુ ગુજરાતી ભાષામાં કોતરાવેલ છે. ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટબલ મહેશભાઈ શંકરભાઈ કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ  ધરી છે. મરનારના વાલીવારસોને ભરૂચ રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે…

Share

Related posts

ભરૂચ ના કસક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા ની વિવાદિત કમેન્ટ કેમેરા માં કેદ થવા પામી હતી.. સ્વચ્છતા કરતા સમયે કથિત ખાલી દેશી દારૂની પોટલીઓનો ઢગ ઉઠાવતા સાંસદ એ હાસ્યમાં શુ કમેન્ટ આપી…જુઓ

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

નાસાએ શેર કરી આ ગ્રહની શાનદાર તસવીર, લોકોએ કહ્યું- હીરાથી ઓછું નથી.

ProudOfGujarat
error: Content is protected !!