Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર તવરા વચ્ચે બનતાં ચારમાર્ગીય રોડના પુરાણમાં રેતીની ચારણનો કચરો નખાતો હોવાનો આક્ષેપ

Share

અગાઉ મોટી મોટી ભેખડોની માટી ખોદી હતી તે સગેવગે કરાઈ હોવાની આશંકા રેતીના ચારણનો પુરાણમાં ઉપયોગ થતાં રોડની ગુણવત્તાને લઈને પ્રશ્નાર્થ

ભરૂચ

Advertisement

ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધી અપુરી રહેલી કામગીરીમાં માટી પુરાણ કરવાને બદલે રેતી ચારણમાંથી નીકળેલ કચરો પૂરી કોન્ટ્રાકટર માથા પરનો ભાર ઉતારી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. આ અગાઉ તવરા ગામના મુખ્ય માર્ગ ઉપર મોટી મોટી ભેખડોની લાખો રૂપિયાની માટી રોડ બનાવવાની આડમાં સગેવગે કરી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેની તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.

ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાર માર્ગીય રોડની કામગીરી હજી અધુરી રહેવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધી એક લેનની કામગીરી બાકી રહેલ છે જે કામગીરીમાં ગટર તોડી માર્ગને પહોળો કરવાનું કામ શરૂ કરાવું છે. ત્યારે ગટર તોડયા બાદ અહીં માટી નાખવાને બદલે અનેક ઠેકાણેથી ઉઘરાવી લાવી રેતી ચારણનો કચરો નાખી પુરાણ કરવામાં આવે છે. આ અગાઉ પણ રોડ કોન્ટ્રાકટર અને સ્થાનિક લોકોની મદદથી રોડની આડમાં તવરા ગામમાં આવેલી ભેખડો તોડી પાડી લાખો રૂપિયાની માટી સગેવગે કરી હતી. અને હાલ અત્યારે ગટર તોડી ત્યાં માટી પુરાણ કરવાને બદલે રેતીમાંથી નીકળેલ ચારણ ગમે ત્યાંથી શોધી લાવી આ ગટરમાં પુરવામાં આવે છે. ત્યારે રોડની ગુણવત્તાને લઈને લોકા સવાલ કરી રહ્યાં છે. ૨૩ કરોડના ખર્ચે થઈ રહેલા રોડનો પાયો જ કાચો હશે તો આવનાર દિવસમાં રોડ કેટલો મજબુતાઈથી બનશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો તવરા ગામ એ પ્રથમ ટીપી સ્કીમમાં સમાવિષ્ટ ગામ છે ત્યારે અહીં એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. ત્યારે માર્ગો પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે તંત્ર જાણે માથા પરથી ભાર ઉતારતુ હોય તેમ દેખાઈ રહ્યું છે. ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધી એક લાઈનમાં ગટર તોડી અહીં પુરાણ કરવાને બદલે રેતી ચારણનો કચરો પુરી કામને પુર્ણ કરવાની કવાયત હાથ ધરી છે તો શું આટલી ગુણવત્તાવાળુ કામ થશે તે જોવુ રહ્યું પરંતુ આ પહેલા તવરા ગામની મોટી મોટી ભેખડો રોડ બનાવવાની આડમાં લાખો રૂપિયાની માટીને સર્ગ-વર્ગ કરી કોન્ટ્રાકટર ખિસ્સા ભર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.


Share

Related posts

સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર પંથક માં પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આસપાસ ના રહીશો ના ટોળા સ્થળ ઉપર એકત્રિત થયા હતા

ProudOfGujarat

લ્યો બોલો, ભરૂચ ભાજપનો હોદ્દેદાર અને ખત્રી સમાજનો આગેવાન મનોજ વખારીયા બોગસ તબીબ નીકળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!