Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીની તૈયારી 

Share

ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP) એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી દીધી છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10,000થી વધુ બેઠકો પર AAP ઉમેદવારો ઊભા કરશે.

આમ આદમી પાર્ટી દ્વારા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ખેડૂત આગેવાનો, યુવાનો અને વેપારીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડી શકે અને નેતૃત્વ કરવાની તક મેળવી શકે.ભરૂચમાં AAP જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ઇચ્છુક ઉમેદવારો સોશિયલ મીડિયા દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અથવા શહેર-તાલુકા સ્તરે પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી મેળવી શકે છે. ઉમેદવારોએ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર મોકલવાનું રહેશે.આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ સક્રિય બની ભાજપને કપરા ચઢાવ ચડાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી : સૌભાગ્યવતી મહિલાઓએ પતિના લાંબા આયુષ્યની કામના કરી…

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં પીવાના પાણીની સુવિધાના અભાવે અરજદારો પરેશાન : દુષિત પાણીનો આક્ષેપ, નગરસેવકે પાણીના કારબા મુકાવી તંત્ર સામે ઉઠાવ્યા પ્રશ્નો

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ દ્વારા રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!