Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કેમ છો પુછનાર યુવાનને કુખ્યાત બુટલેગર બબુલે તું મને પુછવાવાળો કોન કહીં ચપ્પુથી ઘા કર્યાં

Share

ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના ધોળીકૂઇ બજાર વિસ્તારમાં આવેલાં રાવળિયા ટેકરા ખાતે રહેતો સુરેશ મંગા વસાવા રાત્રીના સમયે કામ અર્થે ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી તરફ ગયો હતો. દરમિયાનમાં ત્યાં બબુલ ઠાકોર બેઠો હોઇ તેણે બબુલભાઇ કેમ છો, તેમ પુછતાં બબુુલ અચાનક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે તેની પાસે આવી બે-ત્રણ તમાચા મારી તું મને પુછવાવાળો કોણ છે?  છાનો માનો ચાલ્યા કર તેમ કહેતાં તે તેના ઘરે ગયો હતો. જ્યાં તેણે તેની પત્ની સાથે ઘટનાની ચર્ચા કરતાં તેની પત્ની રૂક્શાના તેને સાથે રાખી બબુલને ઠપકો આપવા ગઇ હતી. જ્યાં તેઓ વચ્ચે વાકયુદ્ધ છેડાતાં બબુલે તેમને અપશબ્દો ઉચ્ચારી તેની પાસેનું ચપ્પુ કાઢી રૂક્શાનાને મારતાં તેના જમણા હાથમાં ઇજાઓ થઇ હતી. બુમરાણ થતાં લોકો ભેગા થઇ ગયાં હતાં. જેથી તેઓ ત્યાંથી નિકળી રસ્તો ઓળંગી વિજય ઇંડાવાળાની લારી પાસે આવી પોલીસ સ્ટેશને જવા નિકળ્યાં હતાં. તે વેળાં બબુલનું ઉપરાણું લઇને ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં બબુલના મિત્રો અકબર મદારી તેમજ સાવન વસાવાએ તેમની પાછળ દોડી આવી તેમના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. તેમજ બબુલે પણ લોખંડનો પાઇપ લઇ આવી તેમને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે,  બબુલ ઠાકોર ભરૂચનો કુખ્યાત બુટલેગર છે, તેની સામે ભુતકાળમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલાં છે. અને વિસ્તારનો માથાભારે શખ્સ તરીકે કુખ્યાત છે. ત્યારે થોડા સમય પહેલાં પોલીસે તેના ઘરે દારૂની રેડ પાડવા સાથે સરકારના નવા નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરતાં તેણે ઘણા સમયથી વીજબીલ ભર્યું ન હોવાથી પોલીસની હાજરીમાં તેનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. લોકોમાં ચાલતી ચર્ચા મુજબ, તેણે જે મકાન બનાવ્યું છે તે સરકારી જમીન પર બનાવ્યું હોવાનું પોલીસ તેમજ અન્ય સરકારી તંત્રને જાણ હોવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ બબુલને પોલીસ તંત્રમાંથી જ કેટલાંક લોકોનો સપોર્ટ હોવાની ભારે લોકચર્ચા છે. ત્યારે વારંવાર શરીરસંબંધીત એટલે કે લોકો સાથે મારમારી, ઘાતક હુમલો કરવા સહિતના ગુનાઓને તેણે અંજામ આપ્યાં છે. તેમજ અનેકવાર જેલમાં તેમજ પાસામાં જઇને આવ્યો હોવા છતાં તે હજી પણ આવી વૃત્તીને અંજામ આપે છે. જાહેરમાં અને વારંવાર લોકો પર હિચકારો હુમલો કરીને કાયદાને પડકાર ફેકનાર સામે નવા ડીએસપી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા અસામાજિક માનસિકતા ધરાવતા તત્વો માટે દાખલો બેસે તેવી લોકોમાં માગ ઉઠી છે.


Share

Related posts

આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરસેવા સદન દ્વારા પતંગ ના વિવિધ વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ProudOfGujarat

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સમીરા ખત્રીનું VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ના સોનેરી મહેલ ઢાળ વિસ્તાર ને અડીને આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી નો ભરાવો થતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે..અને લોકો પૂછી રહ્યા છે આખરે ક્યારે તંત્ર જાગૃત થશે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!