Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના દશાન ગામે નર્મદા કિનારે મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

Share

ભરૂચ જિલ્લાના દશાન ગામે નર્મદા નદીના કિનારે અચાનક એક મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરને જોઈને ગ્રામજનો ભયભીત થઈ તરત જ વન વિભાગને જાણ કરી હતી.વન વિભાગે ઘટનાને ગંભીરતાથી લઇ તાત્કાલિક પ્રાણી સુરક્ષા માટે કાર્યરત નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે અને યોગેશ મિસ્ત્રી સહિતની ટીમને સ્થળ પર મોકલી હતી. ટીમે સાવચેતી પૂર્વક મગરને કાબૂમાં લઈ સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી હતી.આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ દશાન ગામના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. ગામજનોનું કહેવું છે કે, નર્મદા નદીના કિનારે વારંવાર મગર દેખાતા હોવાને કારણે લોકોમાં ભય સાથે જ ચિંતાનો માહોલ રહેતો હોય છે.

 

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નવીન જલભવનનું નિર્માણ થશે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જમીનની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

ગોધરા: શિવજ્યોતિ સોસાયટીમાં મકાનની છતની છાજલી ધસી પડતા મહિલાનુ દબાઈ જતા કરૂણ મોત

ProudOfGujarat

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!