Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા અને Mission LiFEના પ્રચાર-પ્રસાર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Share

 ભરૂચ
ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરોને ઘટાડવા અને *મિશન લાઈફ‘ (Mission LiFE – Lifestyle for Environment)ની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાંકલેક્ટરએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો.  વૃક્ષારોપણપ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અને સ્વચ્છતાને લગતી વિવિધ બાબતો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીસાથે જ ઉર્જા અને પાણીનો બચાવકચરાનું વ્યવસ્થાપન અને સ્વસ્થ પર્યાવરણનો વિકાસ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.આ બેઠકમાં ખાસ કરીને વૃક્ષારોપણ અને જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. વૃક્ષારોપણ અને જનભાગીદારી પર ભાર મૂકતા આ અભિયાનમાં ગ્રામ પંચાયતોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. શહેર અને ગામડાઓમાં પર્યાવરણીય જાગૃતિ વધારવા માટે કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવ્યા હતા. આ પહેલથી લોકો પોતાના ઘરોમાં જ નાના પાયે શાકભાજી ઉગાડવા પ્રેરાશેજેનાથી પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેને લાભ થશે.આ અભિયાનનો હેતુ પર્યાવરણીય જાગૃતિને વેગ આપવાનો છે. આ બેઠક ક્લાઈમેટ ચેન્જ સામે લડવા અને નાગરિકોને પર્યાવરણલક્ષી જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ કામગીરી બની રહેશે.

કલેક્ટરએ બેઠકમાં ઉપસ્થિત તમામ લાઈઝનીંગ અધિકારીઓને આ કાર્યક્રમના ઉદ્દેશોને સાકાર કરવા માટે રચનાત્મક અને સક્રિય યોગદાન આપવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ હેતુઓને સિદ્ધ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા અને તેના સુચારૂ સંકલન થાય અને સકારાત્મક રીતે કામગીરી થાય એ માટે તેમણે જણાવ્યું હતુ.  આ બેઠકમાં જિલ્લાના તમામ લાઈઝનીંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજકોટ (જસદણ) : એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.માતાને સારવાર હેઠળ ખસેડાઈ….

ProudOfGujarat

સુરતના બે યુવાનોની અતૂટ શ્રદ્ધા:સાયકલ બાદ હવે પદયાત્રા દ્વારા દ્વારકાધીશના દર્શન કરશે

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કલેક્ટર તરીકે હવાલો સંભાળતા શ્રી ઉદીત અગ્રવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!