Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દયાદરા-કેલોદ રોડ પર ભયાનક અકસ્માત, બે બાઇક સામસામે ભટકાતાં બેના કરુણ મોત

Share

ભરૂચ:

ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. અને ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જેને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

Advertisement

બંને બાઇક ચાલકો પોત પોતાની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર દયાદરા અને કેલોદ વચ્ચેના રોડ પર સામસામે ભટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી. કે બંને ચાલકો બાઇક પરથી ફંગોળાઈને દૂર પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બંને યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

મૃતકોમાંથી એક યુવક આછોદ ગામનો હોવાનું અને બીજો યુવક કેલોદ ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે તેમના નામ અને અન્ય વિગતો હજુ સુધી સત્તાવાર રીતે સામે આવી આવી નથી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેના કારણે રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. 108ની ટીમે મૃતકોને તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી.


Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં વપરાઇ એ બાબત માહિતી માંગવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

નર્મદા ડેમની જળ સપાટી 137.13 મીટરે પોહચી છે નર્મદા જિલ્લા કલેકટર આઈ કે પટેલે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાશે તેવી આશા વ્યક્ત કરી

ProudOfGujarat

સુરત : નાનપુરા હબીબ શા મહોલ્લામાં જર્જરિત મકાન ધરાશાયી થતાં ભાગદોડ મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!