Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્રેક ફેઇલ થઇ જતાં ઉભેલી ટ્રકમાં ભટકાયેલી ટ્રકના ચાલકનું સારવાર વેળાં મોત

Share

ભેંસલી ગામ  પાસે રામદેવ હોટલ નજીક બનેલી ઘટના
ભરૂચ.
અંક્લેશ્વરના 500 ક્વાટર્સ પાસે આવેલી ગણેશ રેસિડન્સી ખાતે રહેતાં સુનિલ શ્રીરામ પાલ ગૌરી ટ્રાન્સપોર્ટ નામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. તેમની એક ટ્રક પર દાન બહાદૂર વર્મા ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. દિવસના સમયે દહેજથી ભરૂચ રોડ પર ભારે વાહનોને પ્રતિબંધ હોવાથી તે ગત 16મીએ રાત્રિના સમયે  ટ્રક લઇને અંક્લેશ્વર આવવા માટે નિકળ્યો હતો. દરમિયાનમાં ભેંસલી ગામ પાસે આવેલી રામદેવ હોટલની સામે દહેજ ભરૂચ હાઇવે પર તેનો અકસ્માત થયો હોવાની અને તેને 108માં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હોવાની જાણ અજાણ્યા નંબરથી કોઇએ તેમને કરતાં તેઓ તુરંત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. તેમણે તેમણે જોયુ તો તેમના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઇ હતી. તેને પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે અંક્લેશ્વર તરફ આવી રહ્યો હતો. તે વેળાં અચાનક તેના ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતાં આગળ ચાલતી એક ટ્રક સાથે તેની ટ્રક અથડાતાં સ્ટિયરીંગ પર કાબુ નહીં રહેતાં રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં તેની ટ્રક ભટકાઇ ગઇ હતી. જેના કારણે તેની ટ્રકનુું સ્ટિયરિંગ તેના પેટમાં વાગી જતાં ગંભીર ઇજાઓ થઇ છે. તેની સિવિલ્ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અરસામાં 18મી રાત્રે તેનું સારવાર વેળાં મોત થયું હતું. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

મોરવા હડફ પોલીસે એક ટ્રાવેલર ગાડીને રોકીને તપાસ કરતા દારુ પકડી પાડ્યો. ચાર ઇસમોની અટક

ProudOfGujarat

નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃત્તિ માટે ‘સહી ઝૂંબેશ’ યોજાઈ.

ProudOfGujarat

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!