Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તાપી જિલ્લાના વ્યારા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજીની અસ્થિ કલશ યાત્રા આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયુ.

Share

 

ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ની “અસ્થિ કલશ યાત્રા ” સંદેશ ભૂમિ ધૂલે (મહારાષ્ટ્ર) થી નીકળી ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ખાતે તા. ૨૦મી સપ્ટેમ્બર-૨૦૨૫ શનિવારના બપોરે ૧:૦૦ કલાકે આવી પહોચી હતી.
બાબાસાહેબની “અસ્થિ કલશ” ના સ્વાગત માટે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, નગરના જાણીતા ઉધોગપતિ ભરતભાઇ બથવાર તથા નગરપાલિકાના સભ્યો, બહુજન સમાજ અગ્રણીઓ ઉપરાંત નગરના ગણમાન્ય નાગરીકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત ભંતેજી દ્વારા પ્રથના, વંદના કરાવી બાબાસાહેબની અસ્થિ પર સૌએ ખૂબ આસ્થાથી બાબાસાહેબની જયકારો બોલાવી અસ્થિ કલશ પર ફૂલ ચઢાવ્યા હતા.
ત્યારબાદ “અસ્થિ કલશ યાત્રા” નગરમા વરસતા વરસાદમા ફેરવવામા આવી હતી. જૂની નગરપાલિકાના ગેટ પર પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ, ઝંડાચોક ખાતે માતા સાવિત્રીબાઈ ફૂલે વાંચનાલયના વિદ્યાર્થીઓએ, જુમ્મા મસ્જિદ તળાવ પાસે મુસ્લિમ સમાજ દ્વારા તથા આંબેડકર ભવન ખાતે વાંચનાલયમા વાંચન માટે આવતા વિદ્યાર્થીઓએ ખૂબ ઉષમાભેર સ્વાગત કરી ખૂબ સ્નેહ,આદરભાવથી બાબાસાહેબની અસ્થિ કલશ પર ફૂલ ચઢાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આંબેડકર ભવન ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર “અસ્થિ કલશ યાત્રા” નુ સમાપન કરવામા આવ્યુ હતુ. આ અસ્થિ કલશ યાત્રા બારડોલી જવા રવાના થઇ હતી. આ “અસ્થિ કલશ યાત્રા” વિવિધ નગર, શહેરોમા ફરી તા. ૨૩મી સપ્ટેમ્બરના રોજ સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે સમાપન થાશે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિનામુલ્યે કીડની કેર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને કલેકટરે પુષ્પ અને પેન આપી આવકાર્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર ચુડા પાક વિમાના ફોર્મ નહીં સ્વીકારતાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!