Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિડાલ હેલ્થ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ HPV વેક્સીનના એક્સેસ પર સહયોગ કર્યો  

Share

· વિડાલ હેલ્થના પ્લેટફોર્મ પર પ્રથમવારનો ડિજિટલ હેલ્થ પ્રોગ્રામ, જે HPV વેક્સીનને વધુ સગવડભર્યું બનાવવા માટે એન્ડ-ટુ-એન્ડ, અનુકૂળ અને કેશલેસ અનુભવ આપશે.· આ સહયોગ વિડાલ હેલ્થના પ્રતિરક્ષાત્મક, ડિજિટલ-પ્રથમ હેલ્થકેર પૂરી પાડવાના પ્રયાસોનો એક ભાગ છે.

મુંબઈ/પુણે,

Advertisement

ડિજિટલ-પ્રથમ હેલ્થકેર તરફ એક પગલાના ભાગરૂપે ભારતના બીજા સૌથી મોટા TPA સર્વિસ પ્રોવાઈડર વિડાલ હેલ્થ અને વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક સાયરસ પૂનાવાલા ગ્રૂપનો ભાગ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)પ્રા. લિ. આજે સર્વિકલ કેન્સર પ્રિવેન્શન અને અવેરનેસ માટેના રાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપવા માટે એક વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે.

1 ઓક્ટોબર, 2025થી વિડાલ હેલ્થનું પ્લેટફોર્મ HPV વેક્સીન માટે પહેલીવખત એન્ડ-ટુ-એન્ડ એટલે કે તમારા માટે અનુકૂળ અને કેશલેસની સુવિધા પ્રદાન કરશે. તેમાં તમે પસંદ કરેલા સ્થળે ડિજિટલી ડોક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરવાથી માંડીને સંમતિ આપવા અને સર્ટિફિકેશન મેળવવા સુધીની તમામ પ્રોસેસ કોઈ પણ પ્રકારના પેપરવર્ક વિના સરળતાથી કરી શકશો. આ હેલ્થ પ્રોગ્રામ સમયસર ડોઝ રિમાઇન્ડર્સ, મોનિટરિંગ અને કાર્યક્ષમ નેટવર્ક મેનેજમેન્ટ સાથે સંપૂર્ણ સહાયતા પૂરી પાડશે.

વિડાલ હેલ્થ બજાજ ફિનસર્વ હેલ્થની 100% સબસિડિયરી છે અને એક ડિજિટલ પ્લેટફોર્મ છે. જે વિખરાયેલા હેલ્થકેર ડિલિવરી ઇકોસિસ્ટમને એકત્રિત કરે છે અને પ્રિવેન્ટિવથી લઈને પ્રીપેઈડ હેલ્થકેર સુધીના પ્રોડક્ટ્સ અને સર્વિસેસની ઓફર કરે છે. આ ઉપરાંત તેમાં OPD કેર અને ટેલીમેડિસિનનો પણ સમાવેશ થાય છે. બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું કે, “ભારતમાં હેલ્થકેરનું માળખું એક મૂળભૂત પરિવર્તન અનુભવી રહ્યું છે – બીમારી પછીની પ્રતિક્રિયાત્મક કાળજીમાંથી પ્રતિરક્ષાત્મક કાળજી તરફ, જે અવેરનેસ અને આયુષ્માન ભારત જેવી પરિવર્તનકારી પહેલોથી સંચાલિત છે. બજાજ ફિનસર્વ હેલ્થમાં અમે લોકોને તંદુરસ્ત રહેવા માટે સશક્ત બનાવતું એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવીને આ બદલાવને આકાર આપી રહ્યા છીએ, જેના કેન્દ્રમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથેનો અમારો સહયોગ અમારા વેક્સિનેશન પ્રોગ્રામ માટેની મજબૂત શરૂઆત દર્શાવે છે. વ્યક્તિગત અને કોર્પોરેટ્સની હેલ્થને પ્રોએક્ટિવ રીતે મેનેજ કરવા માટે ડિજિટલ સુવિધાથી સજ્જ કર્યા છે. આ પહેલથી અમે ફક્ત તેમને લાંબા ગાળાના હેલ્થકેર ખર્ચ ઘટાડવામાં મદદ જ નહીં, પરંતુ રાષ્ટ્રના સતત સુખાકારીમાં યોગદાન પણ આપી રહ્યા છીએ.”

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર,અદાર પૂનાવાલાએ કહ્યું કે, “HPV વેક્સીન સર્વિકલ કેન્સર અટકાવવામાં મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ તેનો પ્રભાવ વધારવા માટે વિશાળ પ્રમાણમાં પ્રાપ્યતા અને લોકોને જાગૃત કરવા મહત્વપૂર્ણ બાબત છે. વિડાલ હેલ્થ સાથેનો અમારો સહયોગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વેક્સીનને વધુ કાર્યક્ષમ રીતે અને વિશાળ સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આવશ્યક વેક્સીનને બનાવવા અને જાહેર આરોગ્યના પરિણામોને સુધારવા માટે આ પહેલ અમારા સતત પ્રયાસોને સમર્થન આપે છે.”

વિડાલ હેલ્થકેર સર્વિસીસ લિ.ના વ્હોલ ટાઇમ ડિરેક્ટર, નીથા ઉથૈયાહએ કહ્યું, “સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથેનો સહયોગ આપણા આરોગ્યસંભાળને સર્વસામાન્ય અને સર્વસુલભ બનાવવાના અમારી આ જર્નીમાં મહત્વપૂર્ણ છે. જે પારદર્શક અને પ્રતિરક્ષાત્મક આરોગ્યકાળજી પૂરી પાડવાની સગવડ આપે છે, ઉપરાંત અમારી હાજર સેવાઓ જેમ કે કાર્યક્ષમ ક્લેમ્સ પ્રોસેસિંગ અને વિવિધ વેલનેસ પ્રોગ્રામ્સ સાથે પૂરક બને છે. આ પ્રોગ્રામ દ્વારા અમે ભારતમાં ઊંચા હોસ્પિટલાઈઝેશન અને ખર્ચને ઘટાડવાનું લક્ષ્ય રાખી રહ્યા છીએ અને આ રીતે કેર ઇકોસિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવીએ છીએ.”

આ પહેલ મહત્વપૂર્ણ છે કારણ કે તે હેલ્થકેર પ્રોવાઈડર્સ, વેક્સીન ઉત્પાદકો અને આરોગ્ય સેતુ જેવા રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ્સને એક સાથે

 

 


Share

Related posts

નર્મદા જિલ્લાના ખેલાડીઓ ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘જનજાતિ નેશનલ ગેમ્સ’ માં ઝળક્યા

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ગ્રામપંચાયતની ચુંટણીથી રાજકારણ ગરમાયું.

ProudOfGujarat

સ્થાનિક આદિવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવનમાં ટિકિટ બારી પર કામ કરતા નોકરીમાંથી છૂટા કરતા થયો વિવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!