Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજ્ય ચૂંટણી આયોગે ભરૂચ જિલ્લાની ૪ નગરપાલિકાઓની બેઠકોનું કોસ્ટર જાહેર કર્યું 

Share

અનામત અને બિનઅનામત બેઠકો સહિત મહિલાઓની બેઠકોની ફાળવણી જાહેરાત કરાઈ
રાજ્ય ચૂંટણી આયોગે કોસ્ટર જાહેર કરતાં ચૂંટણીના ભણકારા વાગ્યા
ભરૂચ.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાઓના વોર્ડ ના સિમાંકન અને બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા શરૂ થઈ ગયાં છે. સિમાંકન અને બેઠકોની ફાળવણી કરવામાં આવતાં ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય તેવી આશંકાઓ રાજકિય સુત્રો વ્યકત કરી રહ્યાં છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરાતાં હવે વહિવટી તંત્ર તે મુજબની કાર્યવાહી માટેની કવાયતમાં જોતરાઈ ગયું છે.
ભારતના બંધારણની જોગવાઈના આધારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની તમામ ચૂંટણીઓ માટે મતદારયાદી તૈયાર કરવા અને તેના પર દેખરેખ, માર્ગદર્શન તથા નિયંત્રણ અને ચૂંટણી સંચાલનની કામગીરી રાજ્ય ચૂંટણી આયોગમાં નિહીત થઈ છે. ત્યારે આગામી દિવસોમાં યોજનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૯૩ની કલમ-૬ની પેટા કલમ ૪, મ્યુનિસિપલ બરોમાં વોર્ડનું સિમાંકન અને અનામત બેઠકોની ફાળવલી નિયમો ૧૯૯૪ હેઠળથી જોગવાઈઓ તેમજ તેમાં થયેલાં સુધારાઓને આધારે નગરપાલિકાઓની વોર્ડ રચના કરી અનુસુચિત જાતિ, અનુસુચિત આદિજાતિ અને પછાત વર્ગ (આ વર્ગોની સ્ત્રીઓ સહિત) તેમજ સ્ત્રીઓ માટેની અનામત અને બિનઅનામત સામાન્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.
જેમાં ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓને આવરી લેવામાં આવી છે. જેમાં ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડ માટે 44 બેઠકો નક્કી કરાઈ છે. જે પૈકી અનુસુચિત જાતિની બે બેઠકો તે પૈકીની એક બેઠક અનુસુચિત જાતિ સ્ત્રીઓ માટે અનામત, અનુસુચિત આદિજાતિની 5 બેઠકો જે પૈકીની બે બેઠકો અનુસૂચિત આદિજાતિ સ્ત્રીઓ માટે અનામત અને પછાત વર્ગની 12 બેઠકો પૈકીની 6 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. તેજ પ્રમાણે અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડ માટે 36 બેઠકો નક્કી કરાઈ છે. જે પૈકી અનુસુચિત જાતિની બે બેઠકો તે પૈકીની એક બેઠક અનુસુચિત જાતિ સ્ત્રીઓ માટે અનામત, અનુસુચિત આદિજતિતી 4 બેઠકો જે પૈકીની બે બેઠકો અનુસુચિત આદિજાતિ સ્ત્રીઓ માટે અનામત અને પછાત વર્ગની 10 બેઠકો પૈકીની 5 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જંબુસર નગરપાલિકાના 7 વોર્ડ માટે 28 બેઠકો નક્કી કરાઈ છે. જે પૈકી અનુસુચિત જાતિની એક બેઠકો તે પૈકી અનુસુચિત જાતિ સ્ત્રીઓ માટે 0 બેઠક અનામત, અનુસુચિત આદિજાતિ એક બેઠક પૈકી અનુસૂચિત આદિજાતિ સ્ત્રીઓ માટે ૦ અનામત બેઠક અને પછાત વર્ગની 8 બેઠકો પૈકીની 4 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આમોદ નગરપાલિકાના 6 વોર્ડ માટે 24 બેઠકો નક્કી કરાઈ છે. જે પૈકી અનુસુચિત જાતિની એક બેઠક પૈકી અનુસુચિત જાતિ સ્ત્રીઓ માટે ૦ બેઠક અનામત, અનુસુચિત આદિજતિ ત્રણ બેઠક પૈકી અનુસુચિત આદિજાતિ સ્ત્રીઓ માટે એક અનામત બેઠક અને પછાત વર્ગની 9 બેઠકો પૈકીની 3 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ફાળવણી કરાઈ છે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ વોર્ડની વસ્તીનું વિભાજન કરાયું છે, જેમાં ભરૂચ નગરપાલિકામાં કુલ ૧.૮૯,૭૯૩ વસ્તીને ૧૪ વોર્ડમાં સરેરાશ ૧૭,૦૭૨ના ૧૦ ટકા વધ-ઘટ સાથે ફાળવવામાં આવી છે. આમોદ નગર પાલિકામાં કુલ ૧૫,૨૩૭ વસ્તીને દરેક વોર્ડમાં સરેરાશ ૨૫૪૦ના ૧૦ ટકા વધ-ઘટ સાથે ફાળવવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકાની કુલ ૭૪૭૬૨ વસ્તીને દરેક વોર્ડમાં સરેરાશ ૮૩૦૭ના ૧૦ ટકા વધઘટ સાથે ફાળવી છે. જ્યારે જંબુસર નગરપાલિકામાં કુલ ૪૩૩૬૬ વસ્તીને ૭ વોર્ડમાં સરેરાશ ૬૧૯૫ના ૧૦ ટકા વધ-ઘટ સાથે ફાળવવામાં આવી છે


Share

Related posts

નેત્રંગમાં કોરોના સંક્રમણની આરોગ્ય વિભાગની તૈયારીની સમીક્ષા રાજ્યનાં સહકાર મંત્રીએ કરી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા નાયબ કાર્યપાલકને રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!