Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

“આદિ કર્મયોગી અભિયાન – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ” શુભારંભ અંર્તગત આદીવાસી સમૃ્દ્વિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરાશે

Share

ભરૂચ
પૂ.મહાત્મા ગાંધીજી જન્મ જયંતી- તા.૨જી ઓકટોબરે ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમાં વિશેષ ગ્રામસભા યોજાશે. જેનો મુખ્ય હેતુ આદિવાસીઓને સર્વક્ષેત્રે વિકાસપથ પર અગ્રેસર કરવાનો છે. ગ્રામજનોના સહયોગ વડે આગામી પાંચ વર્ષનો વિકાસ પ્લાન તૈયાર કરીને ગ્રામસભામાં જરૂરી ઠરાવ કરવામાં આવશે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની રાહબરી હેઠળ સરકારે સમગ્ર ગુજરાતના આદિવાસી ક્ષેત્રને વિકાસની રાહમાં જોડવા અભિયાન ઉપાડયું છે. જેમાં આદિ કર્મયોગી અભિયાન હેઠળ વિલેજ વિઝન-૨૦૩૦’ તૈયાર કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રના જનજનને વિકાસમાં જોડીને ૨૦૪૭ ના વિકાસશીલ ભારતમાં ભાગીદાર બનાવવાનો છે. જેના માટે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના ૨૪૦ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવાશે. જેમાં ફરિયાદ નિવારણ કેન્દ્રયોજનાઓનું એનાલિસીસઅધિકારીઓએ દર અઠવાડિયે એક કલાકની સેવાઓઆદિવાસી ગ્રામજનોની જરૂરિયાતો મુજબની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. દર સોમવારે સવારે ૧૦ થી ૫ આદીવાસી કેન્દ્રમાં ફરિયાદ નિવારણ થશે. આદિ કર્મયોગી અભિયાન હેઠળ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ભરૂચ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આદિ કર્મયોગી અભિયાન હેઠળ વિલેજ એક્શન પ્લાન બનાવવામાં આવશેભરૂચ જિલ્લાના દરેક આદિવાસી પરિવારને પાકું ઘરશુદ્વ પીવાનું પાણીવીજળીકરણઆરોગ્ય સેવાઓશિક્ષણરોજગાર તકમાન સન્માનસમૃ્દ્વિ અને સાંસ્કૃતિક વારસાના જતન અંતર્ગત જિલ્લામાં તમામ તાલુકાના લોકોને આવરી લેવાયા છે. જેંમા ઝધડીયા તાલુકાના ૭૦વાલીયાના ૪૮નેત્રંગ ના ૫૮આમોદ ૧૦હાંસોટ ૧૦અંકલેશ્વર ૨૨ભરૂચ ૧૭વાગરા ૦૩ અને જંબુસર ૦૨  ગામોનો સમાવેશ થાય છે. જ્યાં ઝઘડીયા તાલુકાના કાકલપોરગ્રામ પંચાયતમાં આદી સેવા બનાવવામાં આવ્યું છે. 

Share

Related posts

સુરત રેલ્વે સ્ટેશન પર પેસેન્જરની ઊંઘની તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચમાં સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ : એએચટિયુની ટીમનો દરોડો, ત્રણ યુવતીઓ મુક્ત

ProudOfGujarat

નર્મદાના તિલકવાડામાં લકઝરી-રોલરનો અકસ્માત,લકઝરીની નુકસાની વસુલવા 2 નું અપહરણ:તિલકવાડા પોલીસે 5 વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!