Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં દશેરા પર્વે ફૂલ વેપારીઓ પર મંદીનો માહોલ

Share

ભરૂચ જિલ્લાભરમાં આજે દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે. દશેરા દિવસે પરંપરા મુજબ ઘરોમાં ભગવાનને ફૂલહારમાં પૂજવામાં આવે છે તેમજ વાહનોમાં પણ ફૂલોના હાર અને ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસે ફૂલ વેપારીઓનો ધંધો તેજી પકડતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ બિલકુલ જ વીરાન જોવા મળી રહી છે.ફૂલ વેપારીઓના જણાવ્યા મુજબ, જે ગોટા અગાઉ 70થી 80 રૂપિયા કિલો સુધીમાં વેચાતા હતા, તે હવે 10થી 20 રૂપિયામાં પણ ખરીદદાર મળતા નથી. એટલું જ નહીં, ગુલાબ જે 200થી 250 રૂપિયા કિલો સુધીના ભાવમાં વેચાતા હતા, તે હવે 100 રૂપિયામાં પણ લોકો લેવા રાજી નથી.પરિણામે, હાલ ભરૂચ શહેરના ફૂલ માર્કેટમાં ભારે મંદીનો માહોલ છે. વેપારીઓ પાસે અંદાજે 5,000 કિલો કરતાં વધુ ગોટા સ્ટોકમાં પડી રહ્યા છે, પરંતુ ખરીદદારોના અભાવે ફૂલ બગડવાની કગાર પર છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો આ જ સ્થિતિ રહેશે તો અમારે ફૂલ ફેંકી દેવાનો વારો આવશે.હાલમાં વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે આવનારી દિવાળી પર ફૂલના ધંધામાં તેજી આવશે અને હાલની મંદીમાંથી રાહત મળશે.

બાઈટ..દિનેશ સોની ..ફુલો ના વેપારી

Advertisement

Share

Related posts

રાજપીપલા: નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

વડોદરા : હિટ એન્ડ રન કેસ : નેતાના પુત્રએ માસૂમ બાળકનો જીવ લીધો : પિતાએ કહ્યું ‘નેતાના પુત્ર સામે સખત કાર્યવાહી નહીં થાય તો હું આપઘાત કરીશ’.

ProudOfGujarat

વરસાદી પાણીનું સંગ્રહણ સમયની જરૂરિયાત, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અપનાવવા અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!