Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં નવરાત્રીમાં ૮૭૮ કાર વેચાઈ, આજે દશેરાએ ૨૧૦ની ડિલીવરી 

Share

દશ દિવસમાં ૧૭૦૦થી બાઈકનું વેચાણ થયુ. આજે પણ શો-રૂમો પર ભીડ જામશે

ભરૂચ

Advertisement

મોંઘવારીની વાતો અને પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના ભાવ વધારાને લઈને એક તરક લોકોમાં ભારે ચર્ચા ચાલતી હોય છે. જોક તેની સામે લોકોની વાહનોની જરૂરિયાતમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે વાહનોની ખરીદી માટે નવરાત્રીના પર્વને ઉત્તમ ગણાતો હોવાથી આ વર્ષેપણ ભરૂચ જિલ્લામાં વાહનોની ભારે ખરીદી થઈ હતી. જેમાં ૮૭૮ જેટલી કાર તેમજ ૧૭૦૦થી વધુ બાઈકનું વેચાણ થયું હતું. જ્યારે દશેરાના દિવસે ૨૧૦ જેટલી કાર અને ૩૦૦થી વધુ બાઈકનું વેચાણ થશે.

ભરૂચ શહેર જિલ્લામાં નવલી નવરાત્રીના પર્વમાં ખેલૈયાઓએ મનમુકી ગરબા ગાઈને આનંદ મનાવ્યો છે. ત્યારે નવરાત્રીના પર્વએ વાહનોના શો-રૂમના માલિકોને પણ હરખાવી દીધાં છે. નવરાત્રી તેમજ દશેરાના પર્વમાં સામાન્યત: હિન્દુઓ નવા વાહનો ખરીદી કરતાં હોય છે. ત્યારે જિલ્લાભરમાં છેલ્લા ૧૦ દિવસમાં નવરાત્રી દરમિયાન શહેરના અલગ અલગ કારના શોરૂમમાં નવા વાહન ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. જિલ્લામાં દશ દિવસમાં કુલ ૮૭૮ કારનું વેચાણ થયું હતું. જ્યારે ૧૭૦૦થી વધુ બાઈકનું વેચાણ થયું હતું. શોરૂમ ખાતે વાહન ખરીદવા આવેલાં પરિવારજનો નવા વાહનને હરખાયેલાં જોવા મળ્યા હતાં. આવતીકાલે દશેરાએ પણ ભરૂચ જિલ્લામાં કુલ ૨૧૦થી વધુ કારનું તેમજ ૩૦૦ થી વધુ બાઈકનું વેચાણ થશે તેમ સુત્રોએ જણાવ્યું છે.

 

 

 

ડીલર જ નંબર લગાવી આપતાં હોઈ એડવાન્સ બુકીંગ થાય છે

। ભરૂચ !

નવા નિયમો લાગુ થયાં બાદ નવા વાહનોની નંબર પ્લેટ જે તે શો-રૂમમાંથી જ લગાવી આપતાં હોય છે. અને નંબર પ્લેટ લગાવ્યા બાદ જ વાહનોને શો-રૂમમાંથી બહાર કાઢવામાં આવતાં હોઈ દશેરાએ ડિલીવરી મેળવવા માટે કેટલાંય લોકોએ એક મહિના પહેલાંથી જ બુકિંગ કરાવી લીધું હતું, જેથી દશેરાના દિવસે નવુ વાહન સમયસર મળી રહે.

 

ઈકો, અર્ટીગા, વેગન-આર, સ્વિફ્ટ વધુ વેચાઈ

1 ભરૂચ !

જિલ્લામાં વેચાતી કારમાં એકંદરે મારૂતિની કારનો રેશિયો ૫૦ ટકાથી વધુ રહેતો હોય છે. આ વર્ષે પણ જિલ્લામાં ૮૭૮ કારોનું વેચાણ થયું છે તે પૈકી મારૂતિની ૫૦૮ કાર વેચાઈ છે. જેમાં ઈકો, અટીંગા, વેગન-આર તેમજ સ્વિફ્ટ કાર સૌથી વધુ વેચાઈ છે. આવતી કાલે દશેરાએ પણ અમારી ૧૫૦ જેટલી કારનું વેચાણ થશે.- પરાગભાઈ પટેલ, રિવરત્ન મોટર્સ. ભરૂચ.


Share

Related posts

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપત રાઠોડ નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

વલસાડ ખાતે ફલેર કંપનીના નવા ઉત્‍પાદન એકમનો પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી..

ProudOfGujarat

ભરૂચ : તિલકવાડા ગ્રામ પંચાયતની 50 મહિલાઓને સીવણ કલાસની તાલીમ આપી પ્રમાણપત્રો આપવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!