Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી..

Share

આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્મા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શહેરના ગાંધી આશ્રમ ખાતે ભાવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગાંધીજીની પ્રતિમા પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મહાન સંવિધાન રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.આ અવસર પર કાર્યકરો દ્વારા ગાંધી આશ્રમ ખાતે આવેલ ઐતિહાસિક દાંડી કૂચના દ્રશ્યો નિહાળવામાં આવ્યા હતા. ગાંધીજીના જીવનદર્શન પર આધારિત પુસ્તકોનું પણ અધ્યયન કરીને તેમના વિચારોથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે:

“આજના સમયમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અહિંસા, સત્ય અને અડગ સિદ્ધાંતોનું અનુસરણ કરવું માત્ર સમયની માંગ જ નથી પરંતુ રાષ્ટ્રને એકતા, શાંતિ અને પ્રગતિના માર્ગે આગળ ધપાવવાનો સશક્ત ઉપાય પણ છે.” આ પ્રસંગે મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ગાંધીજીના આદર્શો અને ડૉ. આંબેડકરના સંવિધાનિક મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Advertisement

:: યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

માતર પાસે હાઇવે પર મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં વહેતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!