Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકારી જમીન પર દબાણ કરી ઘરો બનાવ્યા હતા.12જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું.

Share

વાંકલ ::

સુરતના ઝંખવાવ ખાતે ગેરકાયદે દબાણ પર બુલડોઝર નાં પાવડા ચાલ્યા.સરકારીતંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું. 12 માંથી 8 જેટલા લોકો પર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયા છે.

Advertisement

સુરત જીલ્લાના માંગરોળ તાલુકા ના ઝંખવાવ ખાતે સરકારીતંત્ર દ્વારા મેગા ઑપરેશન હાથ ધરાયું હતું.ઝંખવાવ ગામની કુલ વસ્તી 8500 જેટલી થવા જાય છે.જે વસ્તી પૈકીસર્વે બ્લોક નંબર119/1પૈકી 2 તથા27/અ વાળી દબાણકારો ની અંદાજીત વસ્તી2550 જેટલી થવા જાય છે.આ સરકારી જમીન અન અધિકૃત રીતે કાચા પાકા મકાનો બનાવી દબાણ કર્યું હતું.તેમાં સાત જેટલાં ઈસમો વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ વ્યક્તિઓની મિલ્કતો દૂર કરવામાં આવી હતી.ગુજરાત સરકારે ક્રિમિનલની છાપ ધરાવતા શખ્સો ના મકાન તોડી પાડવા આદેશ આપતા સરકારી જગ્યા પર કરાયેલ દબાણ ને તોડી પાડવા અને કોઈ કાંકરી ચારો થાયતો પહોંચી વળવા આજે સુરત જિલ્લા પોલીસવડા, માંગરોળ મામલતદાર,પ્રાંતઅધિકારી, મામલતદાર,નાયબ પો.અધિક્ષક, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 400 જેટલા પોલીસકર્મીઓનો પોલિસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.આ કાર્યવાહીથી દબાણકર્તા ઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

—————————————+—-

અન્ય મકાનો સરકારી જગ્યામાં હશે તો કાર્યવાહી કરાશે ,,પ્રાંત અધિકારી કૌશિક જાદવ.

આજે ઝંખવાવ ખાતે સરકારી જગ્યામાં બાંધવામાં આવેલ મકાનો ની ડિમોલિશનની કામગીરી ટાંકણે હાજર રહેલા માંડવીના પ્રાંત અધિકારી કૌશિક જાદવે જણાવ્યું હતું કે ઝંખવાવ ખાતે સરકારી જગ્યામાં બાંધકામ થયું હતું.તે દૂર કરવામાં આવ્યું છે.અને હજી પણ સરકારી જગ્યામાં બાંધકામ કર્યાનું બહાર આવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

——————————————-

કોના કોના મકાનો તોડી પાડયા

ગફુર મુલતાની, હનીફ ગફુર મુલતાની, શાહરુખ હનીફ મુલતાની,તાહિર ઝહીર મુલતાની,સાદિક માનસા મુલતાની, અકબર રહીમ મુલતાની, સાફીન રઝાક મુલતાની,સોહીલ સત્તાર મુલતાની,મુલતાની સકીનાબીબી મહમદ હુસેન,મુલતાની ઈબ્રાહીમ અલ્લારખા,સાલેહ યાકુબ અહમદ,સત્તાર ઇસ્માઇલ પટેલ.


Share

Related posts

ભરૂચ સીવીલ રોડ પર ભરબપોરે બનેલ દિલ ધડક ચીલ ઝડપ

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલના અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગાંધી આશ્રમ ખાતે 152 મી ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!