Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નોર્થ લંડન મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર (NLMCC), લંડન, યુકે ખાતે શ્રદ્ધાંજલિ, પુસ્તકોનું વિમોચન અને ભવ્ય ગુજરાતી મુશાયરા કાર્યક્રમ યોજાયો…

Share

નોર્થ લંડન મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટરે સાહિત્યિક અને સમુદાયના પ્રતિષ્ઠિત દિપકસાહેબ બારડોલીકર અને શુજા શેખસાહેબને શ્રદ્ધાંજલિ આપતી એક જીવંત સાંજનું આયોજન કર્યું હતું, સાથે જ મોહમ્મદ સુલેમાન પીરભાઈ દ્વારા “બારડોલી નો વહોરા સમાજ” અને ઇમ્તિયાઝ પટેલ વારેડિયાવાલા અને યુસુફ સિદાત દ્વારા “બ્રિટિશ ઇન્ડિયન ગુજરાતી મુસ્લિમ કોમ્યુનિટીઝ – અર્લી સેટલર્સ: હિસ્ટ્રી એન્ડ હેરિટેજ” પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહેમાનો, વિદ્વાનો, લેખકો, કવિઓ, જેમાં આદમસાહેબ ટંકારવી, વિપુલસાહેબ કલ્યાણી, અબ્દુલકરીમ ઘીવાલાસાહેબ, અબ્દુલસાહેબ મક્કન, Dawoodસાહેબ પ્રેમીનો સમાવેશ થાય છે.
ઉપરાંત, એક ભવ્ય ગુજરાતી રાષ્ટ્રીય મુશાયરા, કવિતા, આપણી ગુજરાતી ભાષા, વારસો અને સમુદાય એકતાની ઉજવણી કરાઇ હતી.. આ કાર્યક્રમનું ઉષ્માભર્યું આયોજન મુનાફભાઈ ઝીણા અને મોહમ્મદભાઈ સુલેમાન પીરભાઈ અને NLMCC ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

રેલ્વે વેપલાનુ માધ્યમ : ભરૂચ રેલ્વે પોલીસે દારૂના જ્થ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ અને ઝંખવાવમાં ચૂંટણી અંતર્ગત પોલીસની ફલેગમાર્ચ યોજાઇ.

ProudOfGujarat

વાંકલ : કોસાડીની મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલનો SVS-14 (અંબિકા) કક્ષાના વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!