Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિયો પેમેન્ટ્સ બેંકે મલ્ટી-લેન ફ્રી ફ્લો (એમએલએફએફ) રોડ પ્રોજેક્ટ્સ માટે નેક્સ્ટ-જેન ટોલિંગ સર્વિસીઝ ક્ષેત્રે પ્રવેશ

Share

બેંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર-લિંક્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા દેશને સેવાઓ આપવા માટે તેની ડિજિટલ પેમેન્ટ્સ ક્ષમતાઓનો લાભ લે છે

ડિજિટલ ફર્સ્ટ પેમેન્ટ્સ બેંક અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (જેએફએસએલ)ની પેટાકંપની જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડે (જેપીબીએલ) ગુરુગ્રામ અને જયપુર વચ્ચે બે ટોલ પ્લાઝા શાહજહાંપુર અને મનોહરપુરા ખાતે ફાસ્ટેક ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (એએનપીઆર) આધારિત એમએફએલએલ ટોલ કલેક્શન સિસ્ટમનો અમલ કરવા માટેનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. એમએલએફએફ ટોલિંગ સિસ્ટમ એ એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેક્નોલોજી છે જે વ્હીકલ્સને ધીમા પડવા, અટકવા કે પછી નિર્ધારિત ટોલ લેનનો ઉપયોગ કર્યા વિના જ તેને સચોટ રીતે ઓળખે છે, અલગ તારવે છે અને ચાર્જીસ વસૂલ કરે છે. તે રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન, એએનપીઆર, ડેડિકેટેડ શોર્ટ-રેન્જ કમ્યૂનિકેશન અને ગ્લોબલ નેવિગેશન સેટેલિટ સિસ્ટમ ટેક્નોલોજીના મિશ્રણનો લાભ લે છે અને તેના પગલે વિવિધ લેનમાં સરળ, કોન્ટેક્ટલેસ ટોલિંગ કામગીરી સુનિશ્ચિત કરે છે જેથી ભીડ ઘટે છે અને મુસાફરોની સુગમતામાં વધારો થાય છે.

Advertisement

ભારતના પાઇલટ એમએલએફએફ પ્રોજેક્ટ હેઠળ ટોલ પ્રોસેસિંગને મેનેજ કરવા માટે ઈન્ડિયન હાઇવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઈએચએમસીએલ) દ્વારા જારી કરવામાં આવેલા ટેન્ડરના ભાગરૂપે આ પ્લાઝાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સરકારના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નેશનલ હાઇવે પર વ્હીકલની મુવમેન્ટને સરળ તથા અવરોધ-મુક્ત બનાવવાનો છે. અત્યાર સુધી પાંચ એમએલએફએફ બિડ્સ આપવામાં આવી છે જે પૈકી જેપીબીએલને બે બિડ્સ મળી છે જે આ ક્ષેત્રે તેની સ્પર્ધાત્મકતા દર્શાવે છે.એલએફએફ પ્રોજેક્ટ માટે ટોલ એકત્રિત કરવા અને પ્રોસેસ કરવા માટેનો કોન્ટ્રાક્ટ મેળવીને જેપીબીએલે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે જે જુલાઈ 2025માં ફાસ્ટેગ સંપાદન આધારિત શરૂ કરેલી ટોલ પ્રોસેસિંગ કામગીરીના પાયા પર નિર્મિત છે. જેપીબીએલ એક્વાયર બેંક તરીકે દેશભરમાં વિવિધ હાઇવે પર 11 ટોલ પ્લાઝા ખાતે ટોલની કામગીરી સંભાળી રહી છે. આ બે એમએલએફએફ રોડ પ્રોજેક્ટ્સમાં ટોલ મેનેજમેન્ટના અધિકારોના સંપાદન સાથે જેપીબીએલ દેશના ઉભરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર-લિંક્ડ ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવવા માટે સારી સ્થિતિમાં છે.

હાઇવે પર તેના ટોલ મેનેજમેન્ટ કામગીરી માટે, જેપીબીએલ જિયો પ્લેટફોર્મ્સ સાથે સહયોગ શોધી રહી છે અને જિયો પ્લેટફોર્મ્સની મજબૂત ડિજિટલ ક્ષમતાઓનો ઉપયોગ કરે છે. ભારત અત્યાધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સહારે ઝડપી ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચદરના નિર્માણના સમયગાળાનું સાક્ષી બની રહ્યો છે ત્યારે જેપીબીએલ આ પરિવર્તનમાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવા માટે સારી સ્થિતિમાં છે.

જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિનોદ ઈશ્વરને જણાવ્યું હતું કે ટોલિંગ ઇકોસિસ્ટમમાં અમારું વિસ્તરણ એ રોજિંદા પેમેન્ટ્સને ડિજિટાઇઝ કરવા અને સ્કેલ પર સ્માર્ટ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના અમારા મિશનની સાહજિક કહી શકાય તેવી પ્રગતિ છે. આ નોંધપાત્ર સિદ્ધિ દેશભરમાં સરળ, નાગરિક-કેન્દ્રિત નાણાંકીય સેવાઓ પૂરી પાડવા અને એક્સેસ, કાર્યક્ષમતા અને સમાવેશને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગ્રુપ ઇકોસિસ્ટમ સાથે ડિજિટલ ક્ષમતાઓના સુમેળનો લાભ લઈને, અમે ભારતમાં વિકસતી મોબિલિટી ઇકોસિસ્ટમમાં ભાગ લેવા માટે સક્રિયપણે ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યા છીએ.

 

 

 


Share

Related posts

ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચુરી કંપની દ્વારા એમ્બ્યુલન્સની ફાળવણી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગેસ લીકેજના મુદ્દે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરતું જિલ્લા કોંગ્રેસ*

ProudOfGujarat

ભરૂચની SVMIT કોલેજએ વિશ્વમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી. જાણો કઇ ? કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!