Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નિકોરા ગામે ખેતરમાં પાણી આપવા મુદ્દે તકરારમાં યુવાન પર હુમલો

Share

ભરૂચ.
નિકોરા ગામે બસ સ્ટેન્ડ ફળિયા વિસ્તારમાં રહેતાં જશવંત છીતુ આહિર બપોરના બે વાગ્યાના અરસામાં ભાગોળિયા વગામાં આવેલાં વિજય બાલુ આહિરના ખેતરમાં ફુલોનું વાવેતર કર્યું હોઇ ત્યાં ગયાં હતાં. સાંજે સાતેક વાગ્યે તેઓ પરત આવતાં હતાં. તે વેળાં ભાથીજી મંદિર સામે તેમના ફળિયામાં રહેતાં અજય ઠાકોર માછીપેલ તેને મળતાં જશવંતે તેને મારા ફુલોના ખેતરમાં પાણી લેવાનું છે. તો તારા બોરનું પાણી મને આપજે તેમ કહેતાં અજયે અચાનક ઉશ્કેરાઇ જઇ હું તને પાણી આપવાનો નથી. તેમ કહીં તેની સાથે ઝઘડો કર્યો હતો. અને ઉશ્કેરાઇ જઇ ટ્રેકટરનું પનું તેના માથામાં મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો દોડી આવતાં તેમનો ઝઘડો છોડાવી ઇજાગ્રસ્ત જશવંતને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવ સંદર્ભે તેણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : મોબાઇલ કવરેજ અને ગુણવત્તા તપાસવા અને સુધારવા માટે ગુજરાત LSA, DoT દ્વારા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : કૃષિ બિલનાં વિરોધમાં ઝઘડિયા એપીએમસી એક દિવસ બંધ રહ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં વાલિયા ખાતે સામાજીક ક્રાંતિ અભિયાનની ઉજવણી : વાલિયા તાલુકા કોંગ્રેસે ધરણાં પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!