Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમા છઠ્ઠ પૂજા મહોત્સવની તૈયારીઓને અપાતો આખરી ઓપ

Share

ભરૂચના નિલકંઠેશ્વર મંદિરના તટ પર 15 હજારથી વધુ ભક્તો ઉમટશે દુનિયાનું સૌથી લાંબુ વત એટલે છઠ્ઠ પૂજા જેમાં આઠમતા સુર્યને અર્ધ્ય આપવામાં આવે છે

ભરૂચ

Advertisement

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છેલ્લા કેટલાય વરસોથી છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વરસે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ્ઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છઠ્ઠ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં પરપ્રાંતિયોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. પરપ્રાંતિયોમાં સૌથી વધુ બિહારના વતનીઓ ભરૂચ જીલ્લામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે બિહારના વતનીઓ સૌથી વધુ છે ત્યારે બિહારીઓ તેમજ અન્ય રાજયોના વતનીઓ માટે દિપાવલી પર્વ બાદ આવતી છઠ્ઠને એક મહોત્સવ રૂપે ઉજવવામાં આવે છે. છઠ્ઠ પૂજા સાથે સૂર્યની આરાધના પણ કરવામાં આવે છે. એક ગણતરી મુજબ દુનિયાની સૌથી લાંબુ વ્રત એટલે છઠ્ઠ મહોત્સવ એમ કહેવાય છે.

આ વતનું મહત્વ શું છે તે અંગે છઠ્ઠ પૂજા મહોત્સવના આયોજક ડો.જીતેન્દ્ર રાજપૂતના જણાવ્યા મુજબ પતિના લાંબા આયુષ્ય માટે તેમજ તંદુરસ્તી માટે અને સાથે સાથે કુટુંબના કલ્યાણ અર્થે પરિણિત મહિલાઓ આ કઠીન વત કરે છે. આ વતના સમય દરમ્યાન મહિલાઓ પાણી પણ ગ્રહણ કરી શક્તી નથી તેથી આ વ્રતને ખુબ કઠીન વ્રત કહેવામાં આવ્યુ છે. ત્યારબાદ વિવિધ પૂજાવિધીઓમાં પણ વ્રત ધારણી મહિલાઓ જોડાઈ છે અને ખાસ પૂજાવીધી કરે છે. જેમાં વહેતા પાણીમાં ઘુંટણભેર ઉભા રહી સુર્યને અર્ધ્ય આપવામાં આવે છે. વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ કેટલાય વર્ષ ઉપરાંતથી છઠ્ઠપૂજાની ઉજવણી કરતા હોય છે. આ પૂજામાં છઠ્ઠવતીઓ નદીના જળમાં ઊભા રહીને આઠમતા અને ઉગતા સૂર્યને અત્યં અર્પણ કરતી હોય છે જયાં જમીન સમતલ કરવા સાથે મંડપ સહિત પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચાર દિવસીય આ છદ્રપૂજામાં વહીવટી તંત્રના સાથે અને સહકારથી છઠ્ઠ મહોત્સવના આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ પૂજામાં જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય શ્રધ્ધાળુઓ ઉત્સાહ અને શ્રધ્ધાભેર ભાગ વેશે.

દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ.જીતેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે,ચાર દિવસીય છઠ્ઠ પૂજા ઉત્સવનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં નહાખા, છઠ્ઠીએ ખરના, સાતમીએ સંધ્યા અર્ધ્ય અને આઠમીએ ઉગતા સુર્યને પ્રાતઃ અર્ધ્ય સાથે પૂજાનો સમાપન થશે. સમગ્ર કાર્યક્રમ વહીવટી તંત્રના સહકારથી યોજાઈ રહ્યો છે.

 

છઠપૂજાની તૈયારીઓનો પ્રારંભ કરતા પરપ્રાંતિયો 




।ભરૂચ !




ભરૂચ જિલ્લામાં એક લાખ કરતા વધુ પરપ્રાંતિયો લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે પરીણિત મહિલાઓ એટલે કે વ્રતધારણીઓ આ કઠીન વ્રત કરી રહ્યા છે તેમની સાથે તેમના કુટુંબીજનો પણ વ્રતની તૈયારી માટે જોડાયા છે. આ વ્રતમાં વિવિધ સાધનસામગ્રી એકઠી કરવા માટે કુટુંબીજનો મદદ કરી રહ્યા છે ત્યારે સમગ્ર કુટુંબ વતની તૈયારીમાં લાગી ગયુ છે. છઠ્ઠ પૂજાના દિવસો દરમ્યાન ભરૂચ જિલ્લાના બજારોમાં પણ તેજી જણાતી હતી. એટલું જ નહી પરંતુ વતધારણી સાથે તેમના ઘરના લોકો પૂજા સામગ્રી એક વાંસની ટોકડીમાં ભરી જતા હોય વિવિધ પૂજાની સામગીઓ અત્યારથી જ એકઠી કરી રહ્યા છે.


Share

Related posts

વડોદરાની નવરચના સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ.

ProudOfGujarat

ગોધરા શહેરની મધ્યમાં મામલતદાર કચેરી બનેની માંગ સાથે વકીલોનુ તંત્રને આવેદન

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇડીના ધામા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચા, સ્થાનિક પોલીસ પણ જોડાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!