Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં એલસીબી પોલીસ હાઈવે ની સિલ્વર સેવન હોટલ પાછળ થી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. 

Share

મહારાષ્ટ્ર થી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ (એસિડિક એસિડ ) ભરેલ આવેલ ટેન્કર સુરત પાંડેસરા ખાલી કરવાના બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું. જ્યાં ખોટા બિલ્ટી આધારે વેચાણ કરવા સેમ્પલ કરી વેચાણ કરવાની પેરવી ચાલી રહી હતી.

એલસીબી પોલીસે ચોક્કસ માહિતી આધારે 3.44 કેમિકલ અને ટેન્કર મળી 23.44 લાખ નો જથ્થો જપ્ત કર્યો હતો. ચાલાક ની ધરપકડ કરી જીપીસીબી અને એફ.એસ.એલ ટીમ નમૂના લીધા હતા.

Advertisement

અંકલેશ્વર વિસ્તાર માં એલસીબી ની ટીમ સાથે પી.એસ.આઈ આર. કે. તોલાણી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી. કે હાઇવે પર આવેલ સિલ્વર સેવન હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઉભું છે, અને ટેન્કર માંથી સેમ્પલ લઇ તેને વેચાણ કરવામાં માટે કવાયત ચાલી રહી છે. જે માહિતી આધારે પોલીસે દરોડો પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલો ટેન્કર ઝડપી પાડ્યો હતો. જે ટેન્કર મહારાષ્ટ્ર થી નીકળી સુરત પાંડેસરા જીઆઇડીસી માં શિવાંશ કંપની ના કેમિકલ ઈન્વોઈસ નામે હતું. જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથિમક તપાસ માં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું જો કે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબી ને જાણ કરી હતી તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા તો એફ.એસ.એલ દ્વારા પણ સેમ્પલ લઇ પૃથક્કરણ શરુ કર્યું હતું. એલસીબી ટીમે ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવ ની અટક કરી બી.એન.એસ. કલમ 106 મુજબ ગુનો નોંધી તપાસ શરુ કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ નો 23710 લીટર નો જથ્થો કિંમત રૂપિયા 3.44.126 રૂપિયા તેમજ ટેન્કર મળી કુલ 23.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  ખોટા ઈન્વોઇઝ બનાવી રિકવરી સ્પેન્ટ એસિડ ગણાવી તેને વેચાણ કરવા માટે અંદર થી સેમ્પલ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ શું છે. અને આ જોખમી કેમિકલ બિનઅધિકૃત રીતે વેચાણ કરવા પાછળ કોણ કોણ સામેલ છે તે અંગે પોલીસે તપાસ શરુ કરી હતી.


Share

Related posts

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રો સાથે પ્રધાનમંત્રીને આભાર પત્રો લખાયા

ProudOfGujarat

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

મિલિંદ ગાબા સાથેના તેના ઉત્તેજક સહયોગની એક ઝલક સાથે જ્યોર્જિયા એંડ્રિયાની ચાહકોને ચીડવે છે”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!