Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રકની ટક્કરે અનુપમ રસાયણ કંપનીની બસના ચાલકનું મોત

Share

ટ્રક અકસ્માત કરે તેમ લાગતાં ડ્રાઇવર કુદવા જતાં ટ્રકે બસ-ચાલકને ટક્કર મારી
ભરૂચ.
ઝઘડિયામાં આવેલી અનુપમ રાસાયણ કંપનીના કર્મચારીઓને કંપની પર લાવતી લઇ જતી શ્રી સાંઇ ટ્રાવેલ્સની બસનો ચાલક પિયુશ રવિચંદ વસાવા (રહે. બાગા ગામ, વાલિયા,) કંપનીના કર્મચારીઓને શહેરના શ્રવણ ચોકડીથી એબીસી ચોકડી, શિતલ સર્કલ થઇ ઝાડેશ્વર ચોકડી પાસે આવી હતી. દરમિયાનમાં ઝાડેશ્વર ચોકડીના સર્વિસ રોડ પર અંક્લેશ્વર તરફથી આવતી એક ટ્રકના ચાલકે પુર ઝડપે પોતાની ટ્રક હંકારી લાવી હતી. દરમિયાનમાં ટ્રક ચાલક બસમાં અકસ્માત સર્જે તેવી સ્પષ્ટ શક્યતાઓ જણાતાં ડ્રાઇવર પિયુશે ડ્રાઇવર સીટ પરથી કુદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે પહેલાં જ ટ્રક ચાલકે બસના ડ્રાઇવર કેબિનમાં ધડાકાભેર અકસ્માત કરતાં ડ્રાઇવર પિયુસને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ ગંભીર મોત થયું હતું અરસામાં ટ્રક ચાલકે બસમાં અકસ્માત કર્યો હોઇ બસને ભારે નુકસાન થયું હતું ઘટનાને પગલે ઉભા રહેવાને બદલે ટ્રક ચાલક ત્યાંથી તેની ટ્રક લઇને ફરાર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે બસમાં સવાર કર્મચારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ APMC માં લાગેલ આગનાં બનાવની CBI તપાસ કરાવવા બાબતે તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વહીવટદારની નિમણૂક કરવાની માંગણી કરતું આવેદનપત્ર ગુજરાત રાજયનાં રાજયપાલને સંબોધિત કરીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ખેડાના હરીયાળા ગામ ખાતે IOCL ના ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

અંકલેશ્વર : માં શારદા ભવન ખાતે નારી સંમેલનનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!