Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની કંપનીમાં થયેલી મારામારીના ગુનામાં ૫ વર્ષથી વોન્ટેડ ૩ ઝડપાયાં

Share

મિત્રોને મળવા દહેજ આવ્યાં ને પોલીસે દબોચી લીધાં
ભરૂચ
દહેજ પોલીસ મથકના પીઆઈ એચ. બી. ઝાલા તેમજ તેમજ તેમની ટીમ દહેજ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાના નાસતાં કરતાં આરોપીઓને ઝડપી પાડવા માટેની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦માં ૧૩મી ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે કંપનીના સુપરવાઈઝર તેમજ કોન્ટ્રાકટના માણસો વચ્ચે મારામારી થઈ હતી. જેના પગલે પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાઈ હતી. ઘટનામાં ૪ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતી. જે પૈકી માત્ર એક આરોપીની જે તે સમયે ધરપકડ થઈ હતી.
જ્યારે અન્ય ૩ આરોપીની કરાર થઈ ગયાં હતાં. દરમિયાનમાં પીઆઈ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, મારામારીના ગુનામાં વોન્ટેડ ત્રણેય આરોપીઓ હાલમાં દહેજમાં તેમના મિત્રને મળવા માટે આવ્યાં છે અને તેઓ મેઘમણી કંપનીની બાજુમાં આવેલી પતરાની કોલોનીમાં છે. જેથી તેમણે તુરંત સ્થળ પર દરોડો પાડી ત્રણેય વોન્ટેડ આરોપીઓ રાકેશકુમાર રામધની માળી તેમજ તેનો પુત્ર શશીકુમાર રાકેશકુમાર સૈની (માળી) બન્ને રહે. કોરાંવ, જિ. પ્રયાગરાજ, યુપી તથા વિજયકુમાર ઉર્ફે મન્જય શિવરામ કુશ્વાહા રહે. કોપીયારા, તા. કચ્છના, જી. પ્રયાગરાજ યુપીને ટીમે ઝડપી પાડયાં હતાં. પોલીસે પ્રાથમિક તબક્કે ત્રણેયની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

ચીટીંગના ગુનામાં ચોરાયેલ ચાર કારને અલગ-અલગ રાજ્યોમાંથી કબ્જે કરતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે ચૂંટણી ટાળે આ મુલાકાત મહત્વની ! જાણો કેવી રીતે…….

ProudOfGujarat

વાલીયા ગ્રામ પંચાયતની ખાલી પડેલ સરપંચની જગ્યા ની ચૂંટણી માટે આજ રોજ આઠ ફોર્મનુ વિતરણ થયુ હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!