Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મધ્યરાત્રે ઘરમાં ઘુસી ગઠીયો મોબાઈલ ચોરી ગયો

Share

પતિ ચ્હા-નાસ્તો કરવા દરવાજો આડો કરી સ્ટેશને ગયો હતો

। ભરૂચ ।

Advertisement

ભરૂચ શહેરના બરાનપુરા ખાતે રહેતું દંપતિ રાત્રીના સમયે સુઈ ગયું હતું. દરમિયાનમાં તેમના પતિને ઉંઘ ન આવતી હોવાથે કારણે તેઓએ ઘરનો દરવાજો ખાલી બંધ કરી રેલવે સ્ટેશને હા-નાસ્તો કરવા ગયાં હતાં. દરમિયાનમાં કોઈ અજાણ્ય શખ્સે ઘરમાં પ્રવેશી તેમનો મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ભરૂચ શહેરના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં અક્ષય રાજુ વસાવા તેમના પત્ની સુશ્મા, સસરા અર્જુનભાઈ તેમજ બે સંતાનો સાથે રહે છે, ગઈકાલે રાત્રીના સમયે તેઓ પોતાના થરે સુઈ રહ્યાં હતાં. ત્યારે પરિવારના તમામ સભ્યો સુઈ ગયાં હતા. જોકે, અક્ષય વસાવાને ઊંઘ આવતી ન હોવાથી તેઓએ તેમની પત્નીને તેઓ સ્ટેશન પર ચ્હા નાસ્તો કરવા માટે જાય છે તેમ કહીં ઘરનો દરવાજો ખાલી બંધ કરી જતાં રહ્યાં હતાં. અરસામાં સાડાત્રણેક વાગ્યાના સમયે દરવાજો ખુલવાનો અવાજ આવતાં તેમના પત્ની જાગી ગયાં હતાં. તેઓ તેમના પતિ આવ્યા હોવાનું માની સુઈ રહ્યાં હતાં. જોકે, બાદમાં તેમને શંકા જતાં ઉઠીને જોતા એક શખ્સ ઘરમાંથી નિકળતો જણાતાં તેમણે બુમ પાડતાં તે ત્યાંથી નાસી છુટ્યો હતો. તપાસ કરતાં ગઠિયાએ તેમના ઘરમાં ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ ચોરી કરી ગયાનું માલુમ પડયું હતું. બનાવને પગલે તેમની પત્ની સુધમાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

કઠોરમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2621 માં વર્ષના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

નડિયાદમાં હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા.

ProudOfGujarat

લીંબડી ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કથામૃતમ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!