Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મસ્તીમાં ઉશ્કેરાઇને ભાઇને મારનારને કહેવા ગયેલાં ભાઇ પર હુમલો

Share

ભોલાવની હરિદ્વાર સોસાયટીમાં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચના ભોલાવ ખાતે આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતો ફેનિલ અર્જૂન સોલંકી પાંચબત્તી વિસ્તારમાં આવેલી જીવન જ્યોત હોસ્પિટલમાં કામ કરે છે. તે ગઇકાલે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં નોકરી પર હતો. તે વેળાં તેના ભાઇએ તેને ફોન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આપણી સોસાયટીમાં રહેતાં સુમિત પ્રવિણ સોલંકી સાથે તેઓ મસ્તી કરતાં હતાં. તે વેળાં સુમિતે ઉશ્કેરાઇ જઇ તેની સાથે ઝઘડો કર્યો છે. તું જલદી ઘરે આવ. જેથી તે ઘરે જવા નિળક્યો હતો.દરમિયાનમાં રસ્તામાં તેમની સોસાયટીના મેઇન ગેટ પાસે સુમિત ઉભેલો દેખાતાં તેણે તેને તું મારા ભાઇ આદિત્ય સાથે કેમ ઝઘડો કરતો હતો. આપણે તે બાબતે વાત કરી લઇએ તેમ કહેતાં સુમિત ઉશ્કેરાઇ ગયો હતો. તેણે ફેનિલને અપશબ્દો ઉચ્ચારી તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાનમાં સુમિતનું ઉપરાણું લઇને તેના કાકા કમલેશ ચિમન સોલંકી બેટ લઇને ત્યાં આવી પહોંચ્યાં હતાં. તેમણે તેને બેટથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. અરસામાં સોસાયટીના લોકો દોડી આવતાં તેઓએ તેને છોડાવ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

પાલેજ પંથક માં ધોધમાર ૨ ઈંચ જેવો વરસાદ.આગોતરા વાવેતર કરેલા ખેતરો માં પાણીની આવક થઈ…

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા,અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ…

ProudOfGujarat

અમદાવાદના સાણંદ તાલુકાના વાસણા ગામેથી મેરી માટી, મેરા દેશ અભિયાનનો જિલ્લાવ્યાપી શુભારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!