Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રેમલગ્ન બાદ સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારાતાં પરીણિતાની ફરિયાદ

Share

સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં હતાં ત્યારે પ્રેમસંબંધ બંધાયો
અંક્લેશ્વરની શ્યામસુંદર રેસિડન્સી વિસ્તારની ઘટના
ભરૂચ.
અંક્લેશ્વરના ગડખોલ પાટિયા ખાત આવેલી આનંદ વિહાર સોસાયટીમાં રહેતાં નરસિંહકુમાર સિંગની પુત્રી રેશમાને સ્કૂલ સમયમાં જ તેની સાથે અભ્યાસ કરતાં અને શ્યામસુંદર રસિડન્સીમાં રહેતાં વિનય શર્મા સાથે પહેલાં મૈત્રી થઇ હતી. જે બાદ તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પગલે તેમણે 30 માર્ચ 2022ના રોજ સુલતાનપુરા ગામે મંદિરમાં લગ્ન કર્યાં હતાં અને ત્યાં ગ્રામ પંચાયતમાં નોંધણી પણ કરાવી હતી.જોકે તે બાદ પણ તેઓ તેમના પોતપોતાના ઘરે જ રહેતાં હતાં. અરસામાં તેમના પરિવારોને જાણ થતાં 28મી ડિસેમ્બર 2022ના દિવસે સામાજિક રીતિ રીવાઝ મુજબ ભરૂચ લગ્ન કર્યાં બાદ તેઓ તે તેની સાસરીમાં જ રહેતી હતી. લગ્નમાં આવેલાં કરિયાવર સહિતનો તમામ સમાન પણ તે તેની સાસરીમાં લઇ ગઇ હતી. જોકે, લગ્નના થોડા સમય બાદ થી તેનો પતિ તેમજ સાસુ-સસરાએ તેને મહેણાટોણાં મારવાનું શરૂ કરી દીધું હતું. તેમજ તેને તારા પિતાએ લગનમાં કોઇ રોકડ રકમ આપી નથી તેમ કહીં હેરાન કરવા સાથે તારા પિતા પાસેથી ચાર લાખ રૂપિયા લઇ આવતાં તેમ કહીં તેને શારીરિક માનસિક ત્રાસ ગુારવાનો શરૂ કર્યો હતો. દરમિયાનમાં તેણે તેના સસરા જ્યાં કામ કરતાં હતાં. ત્યાં નોકરી શરુ કરી હતી. જેનો પગાર આવતો તે તેના પતિના ખાતામાં ગુગલ પે કરતી હતી. અરસામાં તેનો દિયર પર તેને તેના પિયરેથી બાઇક તેમજ કારની માંગણી કરવા માટે કહીં ઉશ્કેરણી કરતાં હતાં. સાસરિયાઓ તેને તું અમારા પુુત્રને છુટાછેડા આપી દે તેમ કહીં તેમની સાથે ઝઘડો કરતાં હતાં. દરમિયાનમાં તે તેના પિયરે જતાં તેનો પતિ કે સાસરિયાઓ તેને તેડવા જતાં ન હતાં. બીજી તરફ તે સગર્ભા હોઇ તેની હાલત બગતાં તેન દવાખાને લઇ ગયાં હતાં. જ્યાં તેને મિસકેરેજ થઇ ગયું હતું. તેના પતિએ તેને તેડવા માટેની નોટિસ મોકલાવતાં મામલો ગરમાયો હતો. આખરે તેણે તેના પતિ વિનય અંગદ શર્મા સાસુ દિપા શર્મા સસરા અંગદ મુની શર્મા તેમજ દિયર વિવેક વિરૂદ્ધ ખાધાખોરાકીનો કેસ નોંધાવ્યો હતો. બે વર્ષથી તેના સાસરિયાઓ તેને ઘરે પરત ન લઇ જતાં હોવાથી તેણે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

તાજેતરમાં નજીવી બાબતે હાંસોટમાં થયેલ મર્ડરના આરોપીને હાંસોટ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

ભરૂચ : જંબુસરમાં તૂટેલી કેનાલોથી ખેડુતો મુશ્કેલીમાં, નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી…

ProudOfGujarat

ભરૂચ : અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!