Proud of Gujarat
INDIAFeaturedGujarat

દેડીયાપાડા તાલુકામાં દિવાળીના તહેવારોમાં ફટાકડાની દુકાનનો પરવાનો મેળવવા માટે તા. ૬ ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકશે.

Share

ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવારો દરમિયાન નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ફટાકડાનો ધંધો કરવા માટે ગ્રામ પંચાયતો નક્કી કરે તે સ્થળે દુકાનો કરવાની પરવાનગી મેળવવા માટેની અરજીઓ નિયત નમૂનામાં ફોર્મ નં-૪ માં ત્રણ નકલમાં સંપૂર્ણપણે માહિતી સાથે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, દેડીયાપાડા જિ.નર્મદાને તા.૬/૧૦/૨૦૨૧ સુધીમાં મળે તે રીતે અરજીઓ મોકલી આપવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

તદઅનુસાર, એક્સપ્લોઝીવ રૂલ્સ- ૧૮૮૩ ના નિયમ- ૧૩૫(૧), ૧૬૬ તથા પરવાના ફોર્મ નં.૨૪ ની શરત નંબર (૧) માંથી સરકારએ એક્સપ્લોઝીવ એક્ટ-૧૯૮૪ ની કલમ-૧૦(૨) હેઠળ મુક્તિ આપેલ છે તથા ખુલ્લા મેદાનમાં ટેમ્પરરી શેડ બાંધી દુકાનો કરવા માટે સુચના આપેલ છે. જેથી રસ ધરાવતાં ઇસમોએ ઉપરની જોગવાઇઓમાં મળેલી મુક્તિને અનુરૂપ ફટાકડાની દુકાન કરવામાં રસ ધરાવતાં હોય તેઓએ નમુના નં. ૪ માં તા.૦૬/૧૦/૨૦૨૧ સુધીમાં ત્રણ નકલમાં અરજી કરવી તથા અરજી ઉપર રૂા. ૩.૦૦ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી સાથે રૂા.૯૦૦/- (અંકે રૂપીયા નવસો પુરા) નું ચલણ પરવાના ફી અંગે “ ૦૦૭૦ અધર એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ” ના સદરે જમા કરાવીને તેનું અસલ ચલણ સામેલ રાખવું. અરજી સાથે ગત વર્ષમાં મંજૂર કરેલ પ્લાનની ત્રણ નકલો તથા મેળવેલ લાયસન્સની નકલ ઉપરાંત હાલ જે સ્થળે ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા હોય તે સ્થળ સ્થિતિનો નવેસરનો પ્લાન અરજી સાથે સામેલ રાખવો. સીટી સર્વે/ગ્રામ પંચાયત પાસેથી પ્લોટ ભાડે રાખ્યા અંગેની પાવતી પણ સામેલ કરવી. નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાય અન્ય કોઇ સ્થળે પરવાનગી આપવામાં આવશે નહી.

Advertisement

એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ તથા વખતોવખતની સૂચનાઓ મુજબ જણાવેલ વિગતે ફટાકડાની દુકાન સ્થળ નિયત વિગતવાળુ હોવું જોઇએ. આ ઉપરાંત સરકાર તરફથી વખતો વખતની જે કંઇ સુચનાઓ/આદેશો બહાર પડે તેવી જોગવાઇઓનો તેમજ કોવીડ-૧૯ ને ધ્યાને લઇ સરકાર તરફથી વખતો વખતની જે કંઇ સૂચનાઓ / આદેશો બહાર પડે તેવી જોગવાઇઓનો પણ અમલ કરવાનો રહેશે, અરજીનું ફોર્મ જે તે તાલુકાકક્ષાએ મામલતદાર કચેરીમાંથી તથા અત્રેની દેડીયાપાડા પ્રાંત કચેરીની રજિસ્ટ્રી શાખામાંથી વિનામૂલ્યે મળી શકશે. મુદ્દત બહાર આવેલ અરજીઓ કે અધૂરી વિગતોવાળી અરજીઓ કોઇપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહિ, જેની ખાસ નોંધ લેવા સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, દેડીયાપાડા જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

તાહિર મેમણ, ડેડીયાપાડા


Share

Related posts

શું રીયલ એસ્ટેટમાં આવશે સારા દિવસો જાણો વધુ…???

ProudOfGujarat

વિરમગામ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેંક મેનેજરો સાથે મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો.ઉપરવાસ માંથી પાણીની આવક 17661 ક્યુસેક રહેતા સપાટી વધી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!