Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુકેના વિઝા અપાવવાની લાલચે ભરૂચના શખ્સ સાથે ૧૬ લાખથી ઠગાઈ

Share

ભરૂચના યુવાને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ભરૂચ શહેરના વેજલપુર કારિયા સ્ટ્રીટ ખાતે રહેતાં આસિફ ગુલામઅસગર શેખ ભરૂચમાં એક બેન્કમાં કલેક્શન વિભાગમાં ડે. મેનેજર તરીકે ફરજ નિભાવે છે. દરમિયાનમાં ગત ફેબ્રુઆરી મહિનમાં તેનો મામાનો છોકરો ફૈઝલ મુસ્તાક શોખ (રહે. પીરકાઠી રોડ) યુકે જઈ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, યુકે રહેતો હતો. ત્યાં મુળ ભરુચના જ નુરાની શોસાયટીના વતની એવા મહમદ ઈઝહાન  મલેક સાથે સંપર્ક થયો હતો. તે હાલમાં યુકેના લેસ્ટરમાં રહે છે. તે હોમ કેરમાં નોકરી લગાવવા માટે તેનો સંપર્ક કરે છે. ફૈઝલે ઈઝહાની આસીફ સાથે વાત કરાવી હતી. જેમાં તેણે તેને જણાવ્યું હતું કે, તેના બે ત્રણ જગ્યાએ સંપર્ક છે. અને તમને જ્યા સારુ લાગે ત્યાં એપ્લાય કરી શોકો છે, હોમકેર વિઝામાં આઈએચએસ ફી લાગતી નથી. અને ભવિષ્યમાં પરિવારને પણ બોલાવી શકાય છે.

Advertisement

કુલ ૨૦ લાખનો ખર્ચ થાય તેમ છે. જે ત્રણ તબક્કામાં આપવાના રહેશે. તે ભરૂચનો જ વતની હોવાને કારણે તેના પર વિશ્વાસ બેસતો તેમણે વિઝાની પ્રોસેસ શરુ કરાવી હતી. જે બાદ અલગ અલગ પોસેસ ફીના નામે તેમની પાસે રૂપિયા માંગ્યા હતો. જે રૂપિયા તેમને અસ્પાક ઉંમર ફુરડ (રહે, પાલેજ) તેમજ કિહાન ઉર્ફ આદિલ દલ્લા (મુળ રહે. સાસરોદ) રૂપિયા મેળવ્યાં હતાં. ત્રણેષ આરોપીઓએ મળી તેમને અલગ અલગ પ્રોસેસના નામે તેમને રુપિયા જમા કરાવ્યાં હતાં. આખરે તેમણે ઈઝહાન આસીફ અલી મલેક (રહે. નુરાની સોસાયટી, હાલ રહે. યુકે લેસ્ટર) કીહાન ઉર્ફે આદિલ દાઉદ હાજી મહમંદ દલ્લા (રહે. સાસરોદ, કરજણ) તેમજ અસ્પાક ઉંમર ફુરડ (રહે, પાલેજ) સામે ઠગાઈને લઈને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીઓએસ લેટર બોગસ નિકળતાં ૧૦ વર્ષ માટે તેમને બેન્ડ કર્યા

પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું લાગતાં આસીફ ગુલામઅસગર શેખે તેમની સામે કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી હતી. તે વેળા યુકે એમ્બેસીમાથી તેમને જણાવવામાં આવ્યું હતું કે. તેમણે મોકલાવેલાં સીઓએસ લેટરમાં છેડછાડ કરી તમારૂ નામ લખેલું હોવાથી તેમના વિઝા કેન્સલ કરવામાં આવ્યાં છે. જેના કારણે યુકે એમ્બેસીએ તેમના પર ૧૦ વર્ષનો પ્રતિબંધ મુકી દીધો હતો.


Share

Related posts

માંગરોળ : કચ્છનાં રાપર મુકામે એડવોકેટની હત્યા થઈ તેના હત્યારાને તાત્કાલિક પકડવા મૂળ નિવાસી સંઘ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

લઠ્ઠો હોય કે કેમિકલ હોય, દારુકાંડમાં સંડોવાયેલા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે – હર્ષ સંઘવી

ProudOfGujarat

મહીસાગરઃ દેગમડા તીર્થધામ પાસે મહી નદીમાં વીરપુરના 2 યુવાન મહી નદીમાં સેલ્ફી લેતા જતાં ડૂબ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!