Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોબાઈલ પર ક્રિકેટનો સટ્ટાબેટીંગ રમનાર એક ઝબ્બે : એક વોન્ટેડ

Share

પાલેજ પોલીસે પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં રેડ પાડી હતી

પાલેજ પોલીસ સ્ટેશનની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તેવેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, પાલેજ નવી નગરી ખાતે રહેતો આરીફ આદમ પટેલ પંચવટી ગ્રાઉન્ડ ખાતે પોતાના અંગત ફાયદા સારુ દુબઈ ખાતે રમાઈ રહેલી ડેઝર્ટ વાઈપર્સ અને દુબઈ કેપિટલ વચ્ચેની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન દ્વારા સટ્ટા બેટીંગનો જુગાર રમે-રમાડે છે. જેથી ટીમે સ્થળ પર દરોડો પાડતાં એક શખ્સ ગ્રાઉન્ડમાં આવેલાં એક સ્ટ્રીટ લાઈટના અજવાળે એક ઈસમ મોબાઈલ ફોન લઈને બેસેલો છે. જેથી તેઓએ રેડ પાડી તેને ઝડપી પાડયો હતો. ટીમે ચેક કરતાં તેના મોબાઈલમાં ક્રિકેટ ગુરુ નામની ઓનલાઈન ક્રિકેટ સદ્રા એપ્લિકેશન ચાલુ હતી. તેમજ તેના મોબાઈલમાં નોટ નામની એપ્લિકેશનમાં ખોલી ચેક કરતાં તેમાં કેટલીંક નોંધ કેરલી જણાઈ હતી. જે અંગે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, પાલેજના રહીશ શહેજાદ પટેલસાથે તેઓ હારજીતનો સોદો લખાવે છે. જેથી તેને ટીમે શહેજાદ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ બન્ને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ૨૧મીએ તાલુકા અને ૨૮મીએ જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : અરજદારોને ૧૦મી સુધીમાં અરજી કરવાની અપીલ

ProudOfGujarat

ગણતંત્ર દિવસની પાલેજમાં ધામધૂમથી ઉજવણી કરાશે.

ProudOfGujarat

નડિયાદના ભૂમેલ ગામની સીમમાં અવકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!