Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાએ પતિએ યુવાનને ઢીબી નાંખ્યો

Share

ભરૂચ શહેરના રંગકોમ્પ્લેક્ષ વિસ્તારની ઘટના

ભરૂચ શહેરના દાંડિયાબજાર કોળીવાડ વિસ્તારમાં રહેતો મિકીન મહેશ ચૌહાણ તેના ઘર પાસે બેઠો હતો. તે વેળા રામશંકર રામકિશન મિશ્રા (રહે. લોઢવાણનો ટેકરો, દાંડિયાબજાર) કે જે તેના કાકાની છોકરીનો ઘરવાળો થાય છે તે તેની પાસે આવ્યો હતો. રામશંકરે મારે તારી સાથે વાત કરવી છે, તું રંગ પ્રવેશ કોમ્પ્લેક્ષ પર આવ તેમ કહેતાં તેઓ રૂંગટા સ્કૂલની પાછળ આવેલાં રંગ પ્રવેશ કોમ્પલેક્ષ પર ગયો હતો. અરસામાં રામશંકર ત્યા આવતાં તેણે ખીસામાથી લોખંડની ફેટ(પંચ) કાઢી તેના મોઢા પર મારી દીધી હતી. જેથી મિકીન ગભરાઈ ગયો હતો. રામશંકરે કરેલાં હુમલાથી બચીને તે તેના ઘર તરફ ભાગતાં રામશંકર પણ તેની પાછળ દોડી ગયો હતો. મિકીન તેના ઘરમાં ઘુસી જતાં રામશંકરે પણ ઘરમાં આવી તેના પર હુમલો કરી માર માર્યો હતો. જોકે, મિકીનની પત્ની, ભાભી, કાકી સહિતની મહિલાઓ ઘરમાં હાજર હોઈ તેમણે મળીને તેને છોડાવ્યો હતો.લોકો ભેગા થઈ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. મિકીને જણાવ્યું હતું કે, તેના કાકાની પુત્રીના લગ્ન રામશંકર મિશ્રા સાથે થયા છે. ત્યારે તેની સાથે મિકીનને આડો સંબંધ હોવાનો તેને વહેમ હોવાથી તેણે મિકીન પર હુમલો કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું……….

ProudOfGujarat

ભરૂચ : અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની નવી શરૂઆત : જરૂરિયાતમંદ બહેનોને મળશે લાભ.

ProudOfGujarat

ભરૂચ ના ટાવરરોડ પર આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે થી એક ઈશમ નો ડી કમ્પોઝ હાલત માં મૃતદેહ મળી આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!