Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનરેગા યોજનાના નામમાંથી ગાંધીજીનું નામ દૂર કરવાના વિરોધમાં કોંગ્રેસનો દેખાવો

Share

ભરૂચના સ્ટેશન રોડ પર આંબેડકરની પ્રતિમા સામે વિરોધપ્રદર્શન કર્યું

। ભરૂચ ।

Advertisement

કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં જ મનરેગાનું નામ બદલીને વીબી- જી રામ જી કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે. જેનો કોંગ્રેસ દ્વારા દેશભરમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા સોમવારે ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાં કર્યા હતાં. કોંગ્રેસી આગેવાનોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ હાથમાં બેનરો લઈને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેના નેતાઓએ જણાવ્યું હતું કે, મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવું અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વિકાર કરાશે નહી. આ યોજનામાં ભાજપના કેટલાંક નેતાઓ ભ્રષ્ટાચાર કરતાં ઝડપાયાં છે અને કેટલાંય હજી કતારમાં છે. જેથી કોંગ્રેસ દ્વારા મનરેગાન નામ બદલવાની દરખાસ્તો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આ આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી.


Share

Related posts

પંચમહાલ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ચેરમેનશ્રી પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લાના યોગગુરુઓ અને સાધકો સાથે યોગસંવાદ કર્યો.

ProudOfGujarat

જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીનો પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો

ProudOfGujarat

અમદાવાદમાં પોલીસે એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર ડ્રાઈવ યોજી, 50 વાહનો ડિટેઈન કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!