Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

NH 48 પર મુલદ ટોલપ્લાઝા નજીક ટ્રકમાં આગ ફાટી નિકળતા દોડધામ, ટ્રકચાલકનો આબાદ બચાવ

Share

 

ભરૂચના અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-48 પર મુલદ ટોલપ્લાઝા નજીક આજે સવારના સમયે અચાનક એક ટ્રકમાં આગ ફાટી નીકળતાં હડકંપ મચી ગયો હતો. ચાલતી ટ્રકમાંથી ધુમાડો નીકળતો દેખાતા ટ્રક ચાલકે સમયસૂચકતા દાખવી વાહન સાઇડમાં ઉભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાયટરોએ આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. જોકે, આગના કારણે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.ટ્રકમાં આગ લાગવાના પગલે NH-48 પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરી ધીમે ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Share

Related posts

સુરત : સરકારી શાળાના આચાર્યે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થવા બનાવ્યા મેથ્સનાં QR કોડ.

ProudOfGujarat

નડિયાદ : પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ કારણે પરિણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

ગુજરાતમાં લાંબા સમયથી લાઈબ્રેરીયનની ભરતી ન થતાં બેરોજગારો દ્વારા કટાક્ષ સાથે પાઠવ્યું શિક્ષણ મંત્રીને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!