Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના અગ્રવાલ સમાજના સભ્યોની આસ્થાના કેન્દ્ર સમા અગ્રસેન ભગવાન સદભાવના અને અગ્ર ચેતનાના સંદેશ સાથે નીકળેલ રથયાત્રાનું અંકલેશ્વર ખાતે સ્થાનિક અગ્રવાલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. અંકલેશ્વર ખાતે 50 જેટલી કાર સાથે પુણે થી નીકળીને આગરા જઈ રહેલા સદભાવના રથનું સ્થાનિક અગ્રણીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપ-પ્રમુખ ગણેશ અગ્રવાલ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. સદભાવનાના સંદેશને પ્રસરાવવા માટે શુભેચ્છાઓ પાઠવી મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો હાજર રહ્યા હતા. પૂણેથી નિકળેલ આ રથયાત્રા અગ્રવાલ સમાજના મંદિરે પહોંચશે જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ વીજ પોલમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

ઝઘડીયાના ગુલા ફળીયા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ.

ProudOfGujarat

રાજપારડીમાં મુસ્લિમોએ નમાજ ઘરોમાં અલગ-અલગ પઢી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!