Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી પાછલા ૧૧ મહિનામાં ૩૯૬ ફરિયાદોનું સુખદ નિવારણ

Share

ભરૂચ

ભરૂચ જિલ્લામાં ‘સ્વાગત’(SWAGAT) ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ માત્ર એક વહીવટી પ્રક્રિયા નહીં, પરંતુ નાગરિકો અને સરકાર વચ્ચે વિશ્વાસનો અડીખમ ડિજિટલ સેતુ બનીને ઉભર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ના વિઝનને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે છેવાડાના માનવી સુધી પહોંચાડ્યું છે. જેમાં આંકડાકીય સિદ્ધિ તેની પારદર્શિતાનું પ્રતિબિંબ દર્શાવે છે.
સામાન્ય રીતે સરકારી કચેરીના ધક્કા ખાવા પડે તેવા લોકોના અનુભવોથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ, મુખ્યમંત્રી દ્વારા ” સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ “ અમલમાં મુકાયેલો ‘સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ’ આ ધારણાને બદલી રહ્યો છે. આ કાર્યક્રમ પ્રજાના પડતર પ્રશ્નોને સીધા જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરવાની તક આપે છે.
આજે, જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી ઈમ્તિયાઝ અહમદનો અનુભવ આ વાતનો પુરાવો છે. લાંબા સમયથી ઉકેલાયા વગરના એક મુદ્દાને લઈને તેમણે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. ખુશીની વાત એ છે કે, કલેક્ટરની હાજરીમાં આ પ્રશ્નનું તાત્કાલિક અને સંતોષકારક સમાધાન થયું. આજના કાર્યક્રમમાં મારા પ્રશ્નનું નિરાકરણ આવતા મને ખૂબ આનંદ થયો છે. હું ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારનો આભારી છું.
‘સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ’ માત્ર એક નામ નથી, પરંતુ પ્રજાના પ્રશ્નોને સાંભળીને તેને ઉકેલવાની એક સાચી પહેલ છે. ગુજરાત રાજ્યમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દષ્ટાંતરૂપ મોડેલ તરીકે સાબિત થયું છે. નાગરિકો માટે વિશ્વાસનો ડિજિટલ સેતુ બન્યો બન્યો છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ-૨૦૨૫ના છેલ્લા જાન્યુઆરી થી નવેમ્બર મહિનામાં ૩૯૬ ફરિયાદો સ્વાગત કાર્યક્રમમાં પ્રાપ્ત થઈ હતી. જેનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુખદ અને અસરકારક નિકાલ કરવામાં આવ્યો છે. “નાગરિક સંતોષ એ જ શ્રેષ્ઠ વહીવટ”ના સિદ્ધાંત સાથે ભરૂચ જિલ્લો આજે સક્ષમ, સંવેદનશીલ અને આધુનિક પ્રશાસનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જેવા માધ્યમો મળીને ભરૂચ જિલ્લામાં લોકાભિમુખ વહીવટનું મજબૂત મોડેલ ઊભું કરે છે. આ વ્યવસ્થાઓથી પારદર્શિતા વધી છે, ફરિયાદોના નિકાલમાં ઝડપ આવી છે અને નાગરિકોનો વહીવટી તંત્ર પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

ભરૂચની મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના રહીશોનું બિલ્ડર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!