Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

“શબ્દ અને સ્વરૂપનો પવિત્ર સંગમ – ભરૂચમાં ચતુર્વેદનું અનોખું મિલન”

Share

 

ભરૂચની નર્મદા નદીના કિનારે સ્થિત પૌરાણિક ભૃગુઋષિ મંદિર એક અદભૂત આધ્યાત્મિક પ્રસંગ માટે સાક્ષી બન્યું. આ મંદિરના પરિસરમાં લિંગ સ્વરૂપે ચતુર્વેદ — ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ — બિરાજમાન છે. સમગ્ર ભારતવર્ષમાં કદાચિત આ પ્રકારનું લિંગ સ્વરૂપે ચતુર્વેદનું સ્થાપન અનોખું છે, જે ભરૂચની ધરતીને વિશિષ્ટ બનાવે છે.

Advertisement

કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલને એક ઉમદા વિચાર આવ્યો કે મોટાભાગના લોકોએ ગ્રંથ સ્વરૂપે વેદોનું જ્ઞાન મેળવ્યું છે અને જોયા છે વાંચ્યા છે , પરંતુ લિંગ સ્વરૂપે સ્થાપિત ચતુર્વેદના દર્શનનો લ્હાવો બહુ ઓછાને મળ્યો છે. આથી તેમણે વિચાર્યું કે લિંગ સ્વરૂપ વેદોને ગ્રંથ સ્વરૂપ વેદોની ભેટ કરાવી એક અનોખું સંમિલન કરવું જોઈએ.

મંદિરમાં સ્થાપિત લિંગ સ્વરૂપ વેદોને લાયબ્રેરી સુધી લાવવું શક્ય ન જ બને પણ ગ્રંથ સ્વરૂપ વેદો તો મંદિર સુધી લઈ જઈ શકાયને !? આથી આ વિચારને સાકાર કરવા માટે લાયબ્રેરીમાં સ્થાન પામેલા ચારેય વેદોના ગ્રંથો તથા વિશાળ શબ્દ વેદ ગ્રંથ, જેમાં કુલ ચતુર્વેદ સમાયેલ છે, મંદિર સુધી લઈ જવામાં આવ્યા. ત્યાં લિંગ સ્વરૂપ વેદ સાથે તેમનું અનોખું મિલન કરાવાયું.

આ ઘટના માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ આધ્યાત્મિકતા અને જ્ઞાનનું સંગમ પણ બની. આ પ્રસંગે ચોકસી પબ્લિક લાયબ્રેરી તરફથી સંદેશ આપવામાં આવ્યો કે જ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના પૂરક છે . લિંગ સ્વરૂપે પ્રતીકાત્મક વેદ અને ગ્રંથ સ્વરૂપે શબ્દ વેદોનું સંમિલન ભરૂચના ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક જીવનમાં એક નવી દિશા પ્રસ્થાપિત કરે છે.
આ આધ્યાત્મિકતા ઘટના થકી પરંપરાનું સંવર્ધન જ નહીં પરંતુ નવી પેઢીને વેદ–પુરાણોના મહત્ત્વની સમજ આપવાનો એક સશક્ત પ્રયાસ છે.

ગ્રંથપાલનું માનવું છે કે બાળકો અને યુવાનોને આ પવિત્ર વારસાની જાણકારી આપવી એ આપણી ફરજ છે, અને આ સંમિલન એ ફરજને સાકાર કરતું એક અદભૂત અવસર સાબિત થયું છે.
ભરૂચની ધરતી પર સર્જાયેલ આ પવિત્ર સંગમ પરંપરા, જ્ઞાન અને આધ્યાત્મિકતાનું અખંડિત સંદેશ આપે છે — કે શબ્દ અને સ્વરૂપનું મિલન સમાજને નવી પ્રેરણા અને નવી દિશા આપે છે.
પરંપરા–જ્ઞાન–આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમથી સમાજને પ્રેરણા મળે છે અને નવી પેઢીના યુવાનો તથા બાળકોમાં આપણા પવિત્ર ગ્રંથો વિષે જાણવાની ઇચ્છા જાગૃત થાય છે. આ જાગૃતિ આવનારા વર્ષોમાં આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં મદદરૂપ થશે.


Share

Related posts

સુરત-ગુનાખોરીનો ગ્રાફ વધતાં પોલીસ બની સક્રીય-પાંડેસરાના 6 અલગ અલગ પોઇન્ટ પર કેમેરા લગાવવાની કામગીરી શરૂ…

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડી નજીક CNG પંપ પર ગેસ રીફીલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ.

ProudOfGujarat

ગોરખપુરના તારિકની પૂછપરછમાં ખુલશે આતંકવાદનું રહસ્ય, ગુજરાત ATS એ યુપીના બે યુવકની કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!