Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજના ચિશ્તીયા નગર સ્થિત દરગાહ શરીફ પર ગરીબ નવાઝના ઉર્સ શરીફની ઉજવણી

Share

 

 

Advertisement

પાલેજ

 

વિશ્વ વિખ્યાત સુપ્રસિધ્ધ અજમેર શરીફ સ્થિત સૂફી સંત ખ્વાઝા ગરીબ નવાજ સાહેબના ઉર્સ નિમિત્તે પાલેજના ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયા સરકારના આસ્તાના પર ઉજવણી કરવામાં આવી હતી. ગરીબ નવાઝ પર એક મશહૂર શાયરી બની છે. ઇરાદે લાખ બનતે હૈ ઓર બનકર તૂટ જાતે હૈ વહી અજમેર જાતે હૈ જિન્હેં ખ્વાજા બુલાતે હૈ. મુસલમાની ચાંદ છ રજજબના રોજ વિશ્વ વિખ્યાત સુપ્રસિધ્ધ અજમેર શરીફ સ્થિત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા હવે ગુજરાત ભરના તમામ જિલ્લાઓમાં આવેલી દરગાહ શરીફ તેમજ ભરૂચ જિલ્લામાં આવેલી દરગાહો ઉપર પણ પ્રચલિત બની છે.

.

જે અંતર્ગત  ભરૂચના પાલેજ સ્થિત હજરત મોટામિયાં ચિશ્તી સાહેબની દરગાહ શરીફ પર શનિવારના રોજ ગરીબ નવાઝના ઉર્સ નિમિત્તે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે  સૈયદ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હાજરજનોને સજરા શરીફ પઢાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી. આયોજકો દ્વારા સમૂહ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી…


Share

Related posts

અંકલેશ્વર જી આઈ ડી સી નજીક આવેલ પ્રતિન ચોકડી પાસે ના બ્રિજ નીચે એક સ્કુલ બસ માં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો .

ProudOfGujarat

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત થનાર પરીક્ષાઓ અંગે નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ મનરેગા કૌભાંડ : અત્યાર સુધી ૬૦ થી વધુ લોકોના નિવેદનો લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!