ભરૂચ.
ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તારીખ ૨૭-૧૨-૨૦૨૫ ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પટેલ રજીયાબેન (એગ્રીકલ્ચર ઓફિસર જિલ્લા પંચાયત ભરૂચ),વી.સી.ટી અને એમ.એમ. એમ. સી.ટી ના ટ્રસ્ટીઓ તથા હારૂનભાઈ પટેલ,યુનુસભાઈ માંજરા,સલીમભાઈ અમદાવાદી, નીસારભાઈ પટેલ,નાસીરભાઈ પટેલ, વિદેશથી પધારેલ મહાનુભાવો,આચાર્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું એકેડેમિક ઇન્ચાર્જ શબાનાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પ્રમુખ પદે બિરાજમાન પટેલ રજીયાબેનનું વી.સી.ટી. ના ટ્રસ્ટી હારૂનભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ તથા ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં વિજ્ઞાન વિષયની શિક્ષિકાઓંના માર્ગદર્શન હેઠળ ધોરણ ૭ અને ૮ ની પ્રિ.ફાઉનડેશન કોર્ષની વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવેલ વર્કિંગ રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પ્રોગ્રામને આગળ ધપાવતા પ્રાથમિક વિભાગની નાની નાની બાળાઓ દ્વારા વય કક્ષાને અનુરૂપ અલગ -અલગ કૃતિ (જેમ કે પિરામિડ દ્વારા વેલકમ, પ્રાર્થના,એક પાત્રીય અભિનય, પ્રેરણાદાયક ગીત,નાટક, ઇસ્લામિક નજમ, દેશભક્તિ ગીત) જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ દરમિયાન વિદ્યાર્થીનીઓને પોતાના સ્વબળે મેળવેલ સિદ્ધિઓ માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ સાથે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી. કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા અતિથિ વિશેષ તરીકે પધારેલ રઝિયાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને નવી દિશા અને ઉત્સાહ અપાવતું પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું. અંતમાં પ્રાથમિક વિભાગના આચાર્ય રજીયાબેન ચવડા દ્વારા સમગ્ર વી.સી.ટી.પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભવો તેમજ અન્ય ઉપસ્થિત તમામનો તેમણે આપેલ અનમોલ સમય માટે આભાર વ્યક્ત કર્યો સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીનીઓ, વાલીઓ કે જેઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં સિંહ ફાળો આપ્યો એ તમામનો પણ ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
