Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાહદારી યુવાનને ડમ્પરે ટક્કર મારતાં સ્થળ પર જ મોત

Share

દહેજ સેઝ ૧માં ફાયર સ્ટેશન પાસે બનેલી દુર્ઘટના

ભરૂચ.

Advertisement

બિહારના મુજફરપુરના વતની રાજેશ દેવા મંડલ દહેજની એક કંપનીમાં નવેક મહિનાથી લેબરનું કામ કરે છે. તે દહેજ સેઝ ૧પાસે આવેલાં ફાયર સ્ટેશનની પાછળ પતરાની કોલોનીમાં રહે છે. તેના બનેવી અનમોલ અકલુ મંડલ પણ તેની સાથે જ નોકરી કરતાં હતાં. ગઈકાલે સાવરે રાજેશ કામ પર જતો હતો. તે વેળાં તેણે અનમોલને સાથે આવવા કહેતાં તેણે તે બિમાર હોઈ આવી શકે તેમ ન હોવાનું કહેતાં રાજેશ એકલો નોકરીએ ગયો હતો. સાંજે તે પરત આવતાં તેનો બનેવી અનુમોલ ઘરમાં જ આરામ કરતો હતો.

થોડીવાર બાદ અનમોલ રુમમાંથી બહાર નીકળી ગયો હતો. રાજેશ તેના ધરમાં કામ કરી રહ્યો હતો. તે તે વેળાં તેનો સુપરવાઈઝર દોડી આવ્યો હતો તેણે જણાવ્યું હતું કે, તારા બનેવીને ડમ્પર ચાલકે ટક્કર મારતાં અકસ્માત થયો છે. દરમિયાનમાં તેમણે ત્યાં જઈ જોતાં તેમના બનેવીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું સ્થળ પર જ મોત થયું હોવાનું જણાયું હતું. જાણવા મળ્યું હતુ કે, તેમના બનેવી અનુમોદ મંડલ બિમાર હોઈ થોડુ સારું લાગતાં ટહેલવા નિકળ્યાં હતાં. તે વેળાં ડમ્પરના ચાલકે પુરઝડપે ધસી આવી તેમને પાછળથી ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં તેમના બનેવીનું મોત થયું હતું. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને સ્થાનિકોએ ઝડપી પાડી રોકી રાખ્યો હતો. તેની પુછપરછ કરતાં તેનું નામ જયપ્રકાશસિંહ રાજેન્દ્રસિંહ (મુળ રહે. ગોપાલગંજ) હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

23મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વલસાડના જૂજવા ગામે 600 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે.

ProudOfGujarat

મહિસાગર : ભારતના સૌપ્રથમ ડાયનોસોર ફોસીલ પાર્કનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાપર્ણ.

ProudOfGujarat

વલસાડ હાઇવે ઉપર હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!