Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કુકરવાડા ગામે બુલેટ ટ્રેન બ્રિજ નીચે જુગાર રમતાં બે ઝબ્બે : ત્રણ ફરાર

Share

ભરૂચ એલસીબીએ ૫૩ હજાર રોકડા સહિત ૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ એલસીબીની ટીમ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કુકરવાડા ગામ પાસે બુલેટ ટ્રેન બ્રિજની નીચે નદી કિનારે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો.પોલીસને જોઈએ જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, તે પૈકીના બે જુગારિયાઓ સ્થળ પરથી ઝડપાઈ ગયાં હતાં. તેમની પાસેથી ટીમે અંગઝડતીના ૪૩ હજાર તેમજ દાવ પર લાગેલાં ૧૦ હજાર મળી કુલ ૫૩ હજારની રોકડ રકમ તથા ૧૨ હજારના બે મોબાઈલ મળી કુલ ૬૫ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછ વેળાં તેમણે તેમના ફરાર સાગરિતોના નામ એઝા,સતિષ તેમજ કાળો તમામ રહે બંબાખાના વિસ્તારમાં રહેતાં હોવાનું માલુમ પડયું હતું. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધતા 6 મહિનાથી બંધ પાવર હાઉસ ચાલુ કરતા કરોડોની આવક શરૂ.

ProudOfGujarat

અંકલેશ્વર : રીગલ માર્કેટમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!