Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

*યુવા દિવસ*  નિમિત્તે *સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું પ્રદર્શન* – ચોકસી પબ્લિક લાયબ્રેરી

Share

 

ભારતના યુવા પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ૧૨ જાન્યુઆરીએ યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરને અનુલક્ષીને ભરૂચની ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં તા. ૧૦ થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું વિશેષ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.

Advertisement

પ્રદર્શનમાં સ્વામીજીના જીવનદર્શનપત્રોભાષણોલેખો તથા સંવાદસંગ્રહ જેવા અમૂલ્ય ગ્રંથો રજૂ કરવામાં આવ્યા છે. ૧૮૯૩માં અમેરિકાની ધર્મપરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર યુવાન સ્વામી – જેમનું મૂળ નામ નરેન્દ્ર હતું – તેમણે “માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ” શબ્દોથી પ્રવચનની શરૂઆત કરી સમગ્ર વિશ્વના દિલ જીતી લીધા હતા. તેમની પ્રેરણાદાયી ઉક્તિ ઉઠોજાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” આજે પણ યુવાનોને જીવનમાં મજબૂત અને નિષ્ઠાવાન બનવા પ્રેરણા આપે છે.

આ પ્રદર્શનનો મુખ્ય હેતુ નવી પેઢીના બાળકો અને યુવાનોને ભારતના મહાન સંતો તથા મહાન પુરુષોના જીવનચારિત્ર્યસંઘર્ષગાથા અને સફળતાનીગાથાથી પરિચિત કરાવવાનો છે. બાળકો માત્ર વાંચશે નહીં પરંતુ અનુભવશે કે આપણા મહાન પુરુષોના જીવનમાં કેટલો સંઘર્ષત્યાગ અને સફળતા રહેલી છે.

ચોકસી પબ્લિક લાયબ્રેરી તરફથી સૌ ભરૂચવાસીઓને આ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેવા તથા પોતાના બાળકો અને સ્વજનોને સાથે લાવી આ પ્રેરણાદાયી અવસરનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.


Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વરની K.G.M સ્કૂલ ખાતે જયેશભાઈ અંબાલાલભાઈ પટેલ ઉર્ફે (કાકા) ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડાની બેસણા ગામની પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિર સંકુલમાંથી ચંદનના વૃક્ષો કાપી લાકડાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!